Tharad Gujarat Chutani Result 2022:  અહીં ભાજપ તરફથી શંકર ચૌધરી મેદાનમાં છે. ભાજપ માટે પોતાનો ગઢ એવી થરાદ બેઠક પરત મેળવવાનો પડકાર હતો તો શંકર ચૌધરી માટે રાજકીય કારકિર્દીનો સવાલ હતો. થરાદ બેઠક પર આ વખતે મતદાનમાં ઘટાડો થયો છે, પણ આ ઘટાડો નજીવો છે. સાથે જ સમગ્ર રાજ્યમાં થયેલા ઓછા વોટિંગ સામે અહીંનો આંકડો ઘણો મોટો છે. થરાદમાં છેલ્લી ત્રણ ચૂંટણીની વોટિંગ પેટર્ન જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે ઓછા વોટિંગથી કોંગ્રેસને ફાયદો થયો છે. 2017માં 86.15 ટકા મતદાન વચ્ચે ભાજપના પરબત પટેલ જીત્યા હતા. તો 2019ની પેટાચૂંટણીમાં 68.94 ટકા મતદાન વચ્ચે કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા હતા. ઓછા મતદાન વચ્ચે પણ ગુલાબસિંહના વોટશેરમાં 10 ટકાનો વધારો નોંઘાયો હતો. આ વખતે થરાદ બેઠક પર 85.02 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે અગાઉના સમીકરણો જળવાય છે કે પછી નવા સમીકરણ રચાય છે, તેના પર સૌની નજર છે. જો કે શંકર ચૌધરીને જીતનો વિશ્વાસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા
થરાદ વિધાનસભા
સાતમો રાઉન્ડ પૂર્ણ
ભાજપ 23540 મતથી આગળ.


બનાસકાંઠા
થરાદ વિધાનસભા
ચોથો રાઉન્ડ પૂર્ણ
ભાજપ 11000 મતથી આગળ


1967માં થરાદ બેઠકનું વિઘટન વાવ બેઠકમાં થયું, જે અનુસુચિત જાતિ માટે અનામત હતી. વર્ષ 2008-09માં થયેલા ડિમોલેશન બાદ થરાદ બેઠક ફરીવાર અસ્તિત્વમાં આવી. જેમાં પ્રથમ ચૂંટણી વર્ષ 2012માં યોજાઈ.


થરાદ વિધાનસભા બેઠક (બનાસકાંઠા)
ગુજરાતની થરાદ વિધાનસભા બેઠક બનાસકાઠા જિલ્લામાં આવે છે. આ બેઠક 2008માં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. અહીંથી ભાજપના ધારાસભ્યો ત્રણ વખત ચૂંટણી જીત્યા છે. તેઓ ગુજરાતના પરિવહન મંત્રી પણ બન્યા છે. થરાદ વિધાનસભા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે.

આ પણ વાંચો: Tharad Gujarat Chutani Result 2022: થરાદ બેઠક પર ભગવો લહેરાયો, શંકરભાઇ ચૌધરીનો વિજય
આ પણ વાંચો:  Vadgam Gujarat Chutani Result 2022: વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આગળ
આ પણ વાંચો
Radhanpur Gujarat Chutani Result 2022: રાધનપુર બેઠક પર ભાજપના લવીંગજી ઠાકોરની જીત
આ પણ વાંચો: Dhanera Gujarat Chutani Result: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત, વોટથી ઘડો છલકાયો


2022ની ચૂંટણી
થરાદ વિધાનસભા સીટ પર સમગ્ર બનાસકાંઠા ​​​​​​​સહિત ગુજરાતની નજર ટકેલી છે. કારણ કે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલ ચાલુ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને ભાજપે  ઉમેદવાર જાહેર કર્યા તો કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને આમ આદમી પાર્ટીમાં વિરચંદભાઈ ચાવડા મેદાનમાં છે.


2017ની ચૂંટણી
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપાના પરબતભાઈ પટેલ થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 
2019ની લોકસભા ચૂંટણીમાં પરબતભાઈ સવાભાઈ પટેલ  સાંસદ બનતા આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર યુવા નેતા ગુલાબસિંહ રાજપૂત જીત્ય..


2012ની ચૂંટણી
આ બેઠક પર વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપના પરબતભાઈ પટેલે કોંગ્રેસના માવજીભાઈ પટેલને ૨ ટકા મતથી હરાવ્યા હતા. જેમાં પરબતભાઈ પટેલને ૪૨.૩૫ ટકા મત અને માવજીભાઈ પટેલને ૪૦.૨૦ ટકા મત મળ્યા હતા. ભાજપના પરબતભાઈ પટેલ માત્ર ૩૪૭૩ મતથી જ જીત્યા હતા. 


આ પણ વાંચોUttar Gujarat Chutni Parinam 2022 LIVE Update: કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસનો ખરાબ દેખાવ!, ભિલોડામાં AAP આગળ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube