Vadgam Gujarat Chutani Result 2022:  બનાસકાંઠાની વડગામ બેઠક પર ફરી એકવાર જીગ્નેશ મેવાણીની જીત થઈ છે, જ્યારે ભાજપના ઉમેદવાર મણિલાલ વાઘેલાની હાર થઈ છે.  2017માં પણ જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસના સમર્થનથી જીત મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપનો ખેસ ધારણ કરી 2022 વિધાનસભા બેઠક પર વડગામ ભાજપ વિધાનસભાના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તરફ બનાસકાંઠાની વડગામ બેઠકના પરિણામો પર પણ સૌની નજર છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સૌથી મોટો ચહેરો છે. 2012 અને 2017માં વડગામમાં 72 ટકા મતદાન થયું હતું, 2012માં અહીં ભાજપ જીત્યું હતું, તો 2017માં મેવાણી અપક્ષ જીત્યા હતા. આ વખતે વડગામમાં મતદાન ઘટીને 66.21 ટકા થયું છે, ત્યારે ઘટેલું મતદાન કોની તરફેણમાં રહે છે, તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.


વડગામ વિધાનસભા
16માં રાઉન્ડ પૂરા
કોંગ્રેસ ના ઉમેદવાર જીગ્નેશ મેવાણી 5366 વોટ થી આગળ


વડગામ વિધાનસભા
14માં રાઉન્ડ પૂરા
કોંગ્રેસ ના ઉમેદવાર જીગ્નેશ મેવાણી 5148વોટ થી આગળ


વડગામ વિધાનસભા
10રાઉન્ડ પૂર્ણ
કોંગ્રેસ 3000 મતથી આગળ.

બનાસકાંઠા
વડગામ વિધાનસભા
6 રાઉન્ડ પૂર્ણ
કોંગ્રેસ 1200 મતથી આગળ


બનાસકાંઠા 


4 ભાજપના ઉમેદવારો વિજેતા
કોંગ્રેસના 4 ઉમેદવારો વિજેતા
અપક્ષ એક ઉમેદવાર વિજેતા..


દિયોદર -ભાજપ -કેસાજી ચૌહાણ
થરાદ-ભાજપ -શંકર ચૌધરી 
પાલનપુર -ભાજપ -અનિકેત ઠાકર
ડીસા-ભાજપ -પ્રવીણ માળી


કાંકરેજ-કોંગ્રેસ -અમૃત ઠાકોર 
વાવ-કોંગ્રેસ -ગેનીબેન ઠાકોર
વડગામ-કોંગ્રેસ -જીગ્નેશ મેવાણી
દાંતા -કોંગ્રેસ -કાંતિ ખરાડી


ધાનેરા -અપક્ષ -માવજીભાઈ દેસાઈ


વડગામ વિધાનસભા બેઠક(બનાસકાંઠા)
આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે તેનું કારણ પણ મુસ્લિમ,દલિત અને ઠાકોર મતદારો છે. ભાજપ માત્ર બે વખત જ આ બેઠક જીતવામાં સફળ રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તાજેતરમાં ભાજપમાં જોડાયા છે અને અપક્ષ વિજેતા જિગ્નેશ મેવાણીને હવે કોંગ્રેસનો પુરો સપોર્ટ મળી રહ્યો છે ત્યારે આ બેઠક પર આગામી ચૂંટણી ખરાખરીનો જંગ સાબિત થશે.


2022ની ચૂંટણી
વડગામ વિધાનસભામાં કોંગ્રેસમાં જીગ્નેશભાઈ મેવાણી, ભાજપ મણિલાલ વાઘેલા તો આમ આદમી પાર્ટીમાં દલપતભાઈ ભાટિયા  વડગામ વિધાનસભા સીટ પર મેદાને છે.


2017ની ચૂંટણી
ગત 2017ની ચૂંટણી સમયે આ બેઠક પર વિજેતા થયેલા જીગ્નેશ મેવાણીને 95,447 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ચક્રવર્તી વિજયકુમાર હરખાભાઈને 75,801 મત મળ્યા હતા. બંને ઉમેદવાર વચ્ચે 20 હજાર મતનો તફાવત હતો. 


2012ની ચૂંટણી
2012ની ચૂંટણીમાં મણિલાલ વાઘેલા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી.આ દરમિયાન હવે માહોલમાં બદલાવ આવ્યો છે. હવે વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. જેથી ભાજપની તાકાત વધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube