Gujarat Election 2022: ભારત દેશની અંદર આ એકમાત્ર એવું બુથ છે જે માત્ર એક જ વ્યક્તિના વોટ માટે જંગલની મધ્યમાં તૈયાર કરવામાં આવે છે. 15 વ્યક્તિ જેટલો ઇલેક્શનનો સ્ટાફ વિધિવત રીતે એક બુથ ઊભું કરે છે. જેમાં ગીર જંગલની મધ્યમાં આવેલ બાણેજા આશ્રમના મહંત હરિદાસ બાપુ અચૂક મતદાન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક માત્ર મત જે ગુપ્ત રહેતો નથી
ચૂંટણી પંચ દ્વારા કયા બૂથ પર કયા પક્ષને કેટલા વોટ મળ્યા તે જાહેર કરવામાં આવતું હોય છે જેના કારણે હરિદાસ બાપુનો મત એ ગુપ્ત રહેતો નથી એ પણ રસપ્રદ છે. બાણેજ જંગલમાં કોલિંગ કરવા આવતા સ્ટાફ માટે રહેવા જમવાની સુવિધા હરિદાસ બાપુ સ્વયમ પૂરી પાડે છે. રાજ્યના ચૂંટણી જોરો શોરો પર છે ત્યારે બા ખાતે હરિદાસ બાપુ એ પોતાનો મત આપી અને સો ટકા મતદાન કર્યું છે. અને આ રીતે બાણેજ બુથ રાજ્યમાં સૌપ્રથમ સો ટકા મતદાન પૂર્ણ કરનાર બુથ બન્યું છે.


કેમ હરિદાસ બાપુને મળે છે આ સુવિધા?
આ મતદાતા પોતાના મતાધિકાર ને લઈ જગ વિખ્યાત બન્યા છે. જ્યાં દરેક ચૂંટણીમાં થાય છે 100 ટકા મતદાન. કેમ રાજ્યના નેતાઓની એક મત ઉપર નજર રહે છે. ભારતમાં લોકશાહી છે અને દરેક લોકોને લોકશાહીના ઢબે મતદાન કરવાનો અધિકાર છે. જે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરતા તેના માટે શીખ સમાન છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ગીર મધ્યમાં આવેલા નેશનલ પાર્કમાં જામવાળા ગીરથી 25 કિમિ દૂર ઘનઘોર જંગલમાં આવેલા બાણેજ ગીરની. જ્યાના મહંત જગ વિખ્યાત બન્યા છે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં 19 જિલ્લામાં 89 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. 25,430 મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. 19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. 26,269 બી.યુ.(બેલેટ યુનિટ), 25,430 સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને 25,430 VVPAT કાર્યરત છે.