Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં મોટાભાગના ઉમેદવારોએ બોલવામાં મર્યાદા વટાવી છે. કેટલાકે આખી ચૂંટણી વિવાદિત નિવેદનો આપ્યા છે, ત્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા જયનારાયણ વ્યાસની જીભ લપસી હતી. તેમણે સિદ્ધપુરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી સભામાં પહેલા બોલ્યા- અટલ, અડવાણીની આ કોંગ્રેસ નથી, પછી કહ્યું- બીજી પાર્ટીઓમાં કોઈ ફરક નથી એટલે કોંગ્રેસ છોડી... આ પ્રકારના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયનારાયણ વ્યાસની જીભ લપસી
ભાજપના પૂર્વ અને હાલ કોંગ્રેસમાં જયનારાયણ વ્યાસે સિદ્ધપુરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં સભા યોજી હતી. જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, અટલ - અડવાણી - મોરલી મનોહર જોશી યા ઉનલોગો કી કોંગ્રેસ નહિ હૈ... બાદમાં ભાજપા નહિ હૈ...અબકી ભાજપા 2000 કે બાદ એક નવો અવતાર ધારણ કર્યો છે. ઉસમેં ઓર પાર્ટીઓ મેં કોઈ ફર્ક નહિ હે ઉસલિયે મેં કોંગ્રેસ છોડી. બાદમાં તેમણે ભૂલ સુધારી હતી અને બોલ્યા એટલે મેં ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube