Gujarat Election 2022: આ વખતે ગુજરાતે તમામ રેકોર્ડ તોડવાનું નક્કી કરી લીધું છેઃ સુરતમાં બોલ્યા પીએમ મોદી
Gujarat Election 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પહેલાં પીએમ મોદીએ રોડ-શો કર્યો હતો.
સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટથી 28 કિલોમીટર જેટલો લાંબો રોડશો કર્યો હતો. ત્યારબાદ પીએમ મોદી સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ ફ્લેશલાઇટથી પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
પ્રધાનંમત્રી મોદીનું સંબોધન
- પીએમ મોદીએ હાજર લોકોની ક્ષમા માંગી, કહ્યું કે, મને પહોંચવામાં મોડુ થયું છે. તમે કલાકોથી રાહ જોઈ રહ્યાં છો. જીવનમાં રોડશો તો ઘણા કર્યાં છે પણ તે બધા રોડ શો પહેલાથી નક્કી થયેલા હોય, આજના કાર્યક્રમમાં રોડ-શો નહોતો પરંતુ લગભગ 25 કિમી લાંબો જનસાગર આ આશીર્વાદ, આ આ પ્રેમ સુરતીઓએ આપ્યો છે. આ ઋુણ હું કઈ રીતે ચુકતે કરીશ. પરંતુ હું જ્યાં હોઈશ તમે કહેશો તેના કરવા સવાયું કરીશ.
- પીએમ મોદીએ કહ્યું કે, આજનું દ્રશ્ય જોઈને લાગ્યું છે કે આ વખતે ગુજરાતના લોકોએ તમામ રેકોર્ડ તોડવાનું નક્કી કરી લીધુ છે. ગુજરાતના લોકોએ કહ્યું હતું કે સાહેબ તમારે પ્રચાર માટે આવવાની જરૂર નથી. આજનું ચિત્ર હોઈને લાગે છે કે સુરતના લોકોએ બધુ સંભાળી લીધુ છે. તમામ જગ્યાએ એક નારો જોવા મળી રહ્યો છે ફીર એક બાર ભાજપ સરકાર.
- ભાવનગરમાં પણ મને સુરતની સુહાસ જોવા મળી હતી. સુરત દરેક ક્ષેત્રમાં આગળ છે. સેવાના કામમાં સુરતનું નામ હંમેશા આગળ હોય છે. સુરતે આજે પોતાના કામ અને સામર્થ્યથી અલગ ઓળખ બનાવી છે. હિન્દુસ્તાનને સુરત પર ગર્વ થાય છે.
- હું ચૂંટણી માટે નહીં તમારા આશીર્વાદ લેવા આવ્યો છે.
- દુનિયાના ઝડપી આગળ વધી રહેલા ટોચના 10 શહેરોમાં આપણું એક સુરત છે. સુરતે પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે. આપણું આ ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, ડ્રિમ સિટી, આઈટીના સ્ટાર્ટઅપનું માયાજાળ, આ સુરતની નવી ઓળખ છે.
- આઈટીમાં પણ સુરત આખા ગુજરાતને ખેંચી જશે. પીએમ મોદીએ કહ્યું કે હવે સુરત તાપી રિવરફ્રંટ પણ દુનિયામાં નામ ગજાવશે.
- સુરતમાં હજારો-કરોડો રૂપિયાના કામનું શિલાન્યાસ થયો. પીએમ મોદીએ કહ્યું કે, સુરતમાં કંઈક ખાસ છે. અંગ્રેજોએ પણ પહેલો પગ સુરતમાં મુક્યો હતો.
- પીએમ મોદીએ કહ્યું કે, અમારૂ વિઝન દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનું છે.
- દુનિયાનો સૌથી ઉંચો પુલ, દુનિયામાં સૌથી ઉંચો રેલવે પૂલ આપણે બનાવ્યો છે. દુનિયામાં સૌથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે બનાવી છે. દુનિયાનો સૌથી મોટો સોલાર હાઈબ્રિડ પ્લાન્ટ આપણે બનાવ્યો છે. ભારત દુનિયામાં ડિજિટલ ટ્રાન્જેક્શનમાં સૌથી આગળ છે.
- જાતિવાદ કરવો, ભાઈ-ભાઈને લડાવવા આ કોંગ્રેસ કરાવે છે.
- આજે આપણે મેડ ઈન ઈન્ડિયા વંદે ભારત ટ્રેન દોડાવી રહ્યાં છીએ. આ જોઈને દરેકની છાતી 56ની થઈ જાય છે.
- -ઈન્ફ્રસ્ટ્રક્ચરની બાબતમાં કોંગ્રેસને અમારા વિચારો મેળ ખાતા નથી. કોંગ્રેસને વોટ મળે એ જ કરે છે, લડાવે અને પોતાનું કાઢી લે.
- લોકસભામાં ચીનની સીમા પર રોડની વાત ચાલતી ત્યારે કોંગ્રેસે પાર્લામેન્ટમાં જવાબ આપેલો કે અમે એટલે રોડ નથી બનાવતા કે એ રોડનો ઉપયોગ ચીન વાળા કરે તો...આવી વિચારધારા કંઈ ભલુ કરી શકું.
- આજે આપણે અંગ્રેજોને પછાડીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ. જે અંગ્રેજોએ દેશ પર રાજ કર્યું તેને પાછળ છોડ્યા.
- કોંગ્રેસ સરકારે બાટલા હાઉસ એનકાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા હતા. વોટબેંકના ભૂખ્યા કેટલાક અન્ય દળ આજે પણ બાટલા હાઉસ એનકાઉન્ટરને નકલી કહેવાનું પાપ કરી રહ્યાં છે. સત્તા માટે શોર્ટકટ અપનાવતા આ દળ તુષ્ટીકરણની રાજનીતિ કરે છે. તે વોટબેંકના ભૂખ્યા દળ, તુષ્ટીકરણ કરનાર દળ ક્યારેય સુરત, ક્યારેય ગુજરાતને આતંકવાદથી સુરક્ષિત ન રાખી શકે. જ્યાં આતંક હશે, જ્યાં અશાંતિ હશે તેનો શિકાર વેપાર પણ થશે. જ્યાં આતંક હશે ત્યાં ઉદ્યોગ નહીં થાય, બધુ તબાહ થઈ જશે. ખુબ મુશ્કેલથી આપણે ગુજરાતને આ તમામ મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું છે. બચાવીને રાખ્યું છે.
- આજે તમારી સાથે વાત કરતા મને 14 વર્ષ પહેલા મુંબઈ પર થયેલા આતંકી હુમલાની વાત યાદ આવી રહી છે. આ સૌથી મોટો હુમલો હતો. આ હુમલા બાદ આતંકીઓ પર કાર્યવાહી કરવાની જગ્યાએ, હિન્દુઓ પર આતંકનું લેબલ લગાવવાનું કાર્ય કરી રહી હતી. વોટબેંકની રાજનીતિ કરતા આવા લોકોને ગુજરાતથી દૂર રાખવાના છે. આજે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર આતંકવાદને કચળવા માટે લાગેલી છે. દેશના વિકાસ માટે શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવા માટે ભાજપ સરકાર મજબૂતીથી કામ કરી રહી છે.
- આ ભાજપની સરકાર છે જે સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય લઈ શકે છે. આ ભાજપની સરકાર એર સ્ટ્રાઇકનો નિર્ણય કરી શકે છે. અમે આતંકીઓ અને આતંકના આકાઓને છોડતા નથી. કોંગ્રેસ પાર્ટી અને હવે માર્ગે ચાલનાર અન્ય પક્ષો વોટબેંકના ભૂખ્યા લોકો દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરે છે.
આજે સુરતમાં રાત્રી રોકાણ કરશે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં રોડ શો અને જનસભાને સંબોધ્યા બાદ રાત્રી રોકાણ સુરત સર્કિટ હાઉસમાં કરવાના છે. એટલે કે મતદાન પહેલાં પીએમ મોદી ભાજપના પક્ષમાં માહોલ કરવા માટે કોઈ મોટી રણનીતિ ઘડી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ સવાર સુધી સુરત સર્કિટ હાઉસમાં જ રહેવાના છે. એટલે કે રાત્રે સર્કિટ હાઉસમાં કોઈ મહત્વની રણનીતિ પણ ઘડાઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube