Gujarat Election 2022: રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું છે. હવે બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યા છે. આજે વિજાપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી. શાહે જણાવ્યું હતું કે, રાહુલ બાબા હમણાં પદયાત્રા કરી રહ્યા છે. પદયાત્રામાં સાથે મેઘા પાટકરને લઈને નીકળ્યા છે. રાહુલ બાબા આપણાં ઘા પર મીઠું ભભરાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજાપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, એક જ વર્ષમાં 7 કામ નરેન્દ્રભાઈએ કર્યા. વિજાપુરના દરેક ગામને ઈરીગેશનની વ્યવસ્થા કરી. 1 લાખ 40 હજાર બહેનોને ગેસના સિલિન્ડર આપ્યા. મોદી સાહેબે જે કામ કર્યા એ સદીમાં એક જ વાર થાય. 370ની કલમને કલમના એક જ ઝાટકે સમાપ્ત કરી. આજે કાશ્મીરમાં શાનથી તિરંગો લહેરાય છે. 


મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે અમિત શાહની જાહેર જંગી સભા યોજાઈ હતી. વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર રમણલાલ પટેલના સમર્થન માટે સભા યોજાઈ હતી. ત્યારે અમિત શાહે વિજાપુરમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે પાર્ટીઓ વચ્ચે મુકાબલો છે. ગુજરાતની જનતા એ બન્ને પાર્ટીનું રાજ જોયું છે. મેં હમણાં એક પાટિયું રસ્તામાં જોયું, કે કામ બોલે છે એવું પાટિયામાં લખેલું હતું. મને કોંગ્રેશિયા એ કહે કે છેલ્લા 27 વર્ષમાં તમારું શાસન નહોતું. તો ભાઈ ક્યારે કામ કર્યું એ તો કહો?


અમિત શાહે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં પાણીની અસર સમસ્યા હતા. એવી પરિસ્થિતિ હતી કે સ્થળાંતર કરવું પડે. ત્યારે તે સમયના કોંગ્રેસે નર્મદાનું પાણી રોકી રાખ્યું. મેઘા પાટકરને હાથો બનાવી કોંગ્રેસે ગુજરાતને નર્મદાથી વંચિત રાખ્યા. જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે નર્મદાની ઊંચાઈ વધારવા પ્રયાસ કર્યા. બાદમાં નરેન્દ્રભાઈ PM બન્યા ત્યારે પહેલું કામ નર્મદાની હાઈટ વધારી મોટી સમસ્યા હલ કરી. રાહુલ બાબા પદયાત્રા કરવા નીકળી પડ્યા છે અને સાથે મેઘા પટકરને સાથે લઈને નીકળ્યા છે. આ બંને જણા ભેગા થઈ ગુજરાતના જુના ઘામાં મીઠું ભભરાવવા નીકળ્યા છે.


અમિત શાહે જણાવ્યું કે, ધરોઈ ડેમ, તારંગા અંબાજી રેલવે લાઇન, મોઢેરા સોલર વિલેજ બીજેપીએ કર્યા છે. મોદી સાહેબે તો એવા કેટલાક કામો કર્યા છે કે જે કરવા સદીઓ લાગે. જવાહરલાલ નહેરુની ભૂલ નરેન્દ્રભાઇ એ સુધરી છે. કાશ્મીરમાં 370, રામજન્મ ભૂમિ જેવા કામો ભાજપે કર્યા છે. આખી જમાત અમારી વિરુદ્ધમાં હતા. એવું કહેતા હતા કે 370 હટાવવાથી કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. પણ તમે કહો મિત્રો એક કાંકરી ચાળો જેવી ઘટના બની ખરી. આજે કાશ્મીરમાં તિરંગો ગગનચુંબી રીતે ફરકી રહ્યો છે. 


અમિત શાહે કહ્યું કે, 1 જાન્યુઆરી 2024માં અયોધ્યામાં રામજન્મ ભૂમિ પર મંદિર બનવાનું છે. આપણા અસ્થાના કેન્દ્રોને જાગૃત કરવાનું અને પુનઃ નિર્માણ કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદી એ કર્યું છે. આ કોંગ્રેસિયાઓએ પોતાની વોટબેંક સાચવવા માટે અસ્થાના કેન્દ્રો પર ધ્યાન આપ્યું નથી.