કેતન બગડા, અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે હવે એકદમ માહોલ ગરમાઈ ગયો છે. રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દૌર શરૂ થઈ ગયો છે. ત્યારે ક્યારેક નેતાઓની જીભ લપસતી હોય છે તો ક્યારેક નેતાઓ તાનમાં આવીને પણ જાણી જોઈને ચર્ચામાં રહેવા માટે વિવાદિત નિવેદનો આપતા હોય છે. કંઈક આવું જ ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ પણ કર્યું હોવાનું સામે આવ્યું. હીરા સોલંકીએ તેમના કાર્યકર્તાઓને ધાક ધમકી આપતા લોકોને ખુલ્લી ચેતવણી આપી. હીરા સોલંકીએ કાર્યકર્તાઓને કહ્યું કે, કોઈના બાપથી ડરતા નહીં. અહીં હીરાલાલ સોલંકી બેઠા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ વિરોધીઓ પર નિશાન સાધતા કાંઈક એવું નિવેદન આપ્યું જેનાથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અમરેલી- રાજુલા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ તેમના કાર્યકર્તાઓને ધાક ધમકી આપતા લોકોને ખુલ્લી ચેતવણી આપી. હીરા સોલંકીએ કાર્યકર્તાઓને કહ્યું કે, કોઈના બાપથી ડરતા નહીં. અહીં હીરાલાલ સોલંકી બેઠા છે. હીરા સોલંકીના આ નિવેદનનો વીડિયો વાયરલ થયો અને બસ રાજનીતિના ગલિયારાઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ.


વાત એવી છે કે, ભાજપના કાર્યકર્તાઓને કેટલાક લોકોએ ધમકી આપી હશે. અને આ વાતની ખબર તેમના નેતા અને પૂર્વ સંસદીય સચિન હીરા સોલંકીને પડી. બસ પછી તો હીરા સોલંકીએ કહ્યું કે," કોઈના બાપથી ડરતા નહીં અહીં હીરાલાલ સોલંકી બેઠા છે. ધાક ધમકી આપવા માટે જે લોકો અહીંયા નિકળ્યા છે તે લોકોના ડબ્બા હુ ગુલ કરી કાઢવાનો છું. જે લોકો માહોલ ડહોળવા નિકળ્યા છે તેનું ધ્યાન રાખજો. આપણે ખૂબ સારા મતોથી જીતવા જઈ રહ્યા છે."


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube