Gujarat Election 2022: ચૂંટણી જીતવા ભાજપ યુવા મોર્ચાના કાર્યકર્તા મેદાનમાં, હિંમતનગરમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું
લોકસભા સાંસદ અને ભાજપના યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા આજે ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવ્યા હતા. તેમણે હિંમતનગરમાં વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી.
હિંમતનગરઃ Gujarat Election 2022: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે, સાથે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ વખતે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આ વચ્ચે હિંમતનગરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાની હાજરીમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું.
ભાજપ યુવા મોર્ચાના કાર્યકર્તા મેદાનમાં
ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી ગુજરાતની સત્તામાં છે અને તેની પાસે ફરી સત્તામાં આવવાનો પડકાર છે. આ વચ્ચે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આજે હિંમતનગરમાં લોકસભા સાંસદ અને ભાજપના યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા પહોંચ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો અને આપને JJP પાર્ટી એટલે કે જમાનત જપ્ત પાર્ટી ગણાવી હતી.
આ પણ વાંચોઃ Election 2022: ભાજપના ચાર દિગ્ગજ નેતાઓની મોટી જાહેરાત, નહીં લડે વિધાનસભા ચૂંટણી
મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તા હાજર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડગામ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ અલગ અલગ સંમેલનો થકી મતદારોને આકર્ષવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું. જેમાં ભાજપ જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુવા સાંસદ તેજસ્વી સૂર્યા ઉપસ્થિત રહ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube