વિધાનસભાની વાતઃ આ ચૂંટણીમાં કેમ મહત્વની છે વિસનગર વિધાનસભા બેઠક, જાણો રાજકીય ગણિત
Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ મહેસાણા જિલ્લાની વિસનગર વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે. જે હંમેશા ભાજપને મત આપતા રહ્યા છે. આ જ કારણે ભાજપ માટે આ બેઠક સુરક્ષિત માનવામાં આવે છે. વર્ષ 1995થી આ સીટ પર ભાજપના ઉમેદવાર જીતતા આવે છે. જોકે છેલ્લી ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને મત ઓછા મળ્યા હતા. તેમ છતાં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પારો હાઈ છે. દરેક રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. પ્રચારના હાઈ પારાની વચ્ચે અમે તમને બતાવીશું મહેસાણાની વિસનગર બેઠકનું રાજકીય સમીકરણ. વિસનગર વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે. જે હંમેશા ભાજપને મત આપતા રહ્યા છે. આ જ કારણે ભાજપ માટે આ બેઠક સુરક્ષિત માનવામાં આવે છે. વર્ષ 1995થી આ સીટ પર ભાજપના ઉમેદવાર જીતતા આવે છે. જોકે છેલ્લી ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને મત ઓછા મળ્યા હતા. તેમ છતાં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી.
બેઠક પર મતદારો:
વિસનગર બેઠક પર કુલ 2 લાખ 11 હજાર 833 મતદારો છે. જેમાં 1 લાખ 10 હજાર 362 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 1 હજાર 471 મહિલા મતદારો છે.
બેઠકનું જાતિગત સમીકરણ:
બેઠક પર પાટીદાર વધારે છે. 33 ટકા પટેલ, 23 ટકા ઠાકોર, 6 ટકા મુસ્લિમ, 14 ટકા ઓબીસી, 10 ટકા એસસી અને 14 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
2017નું પરિણામ:
2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઋષિકેશ પટેલને 77 હજાર 496 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના મહેન્દ્ર પટેલને 74 હજાર 627 મત મળ્યા હતા.
વિસનગર બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 રમણીકલાલ ત્રિકમલાલ મણિયાર કોંગ્રેસ
1967 એસ બી પટેલ કોંગ્રેસ
1972 જગન્નાથ મૂળશંકર વ્યાસ કોંગ્રેસ
1975 સાંકળચંદ કાલીદાસ પટેલ અપક્ષ
1980 ગંગારામ ભાઈચંદદાસ પટેલ ભાજપ
1985 ભોળાભાઈ ચતુરભાઈ પટેલ અપક્ષ
1990 ભોળાભાઈ ચતુરભાઈ પટેલ જનતા દળ
1995 કિરીટભાઈ પટેલ ભાજપ
1998 પ્રહલાદભાઈ પટેલ ભાજપ
2002 પ્રહલાદભાઈ પટેલ ભાજપ
2007 ઋષિકેશ પટેલ ભાજપ
2012 ઋષિકેશ પટેલ ભાજપ
2017 ઋષિકેશ પટેલ ભાજપ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube