Gujarat Election 2022 : બીજા તબક્કાની 93 બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પત્ની, પુત્ર જય અને પુત્રવધૂ સાથે નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી સબ ઝોનલ ઓફિસમાં મતદાન કરવા પહોંચ્યા છે. શંકરસિંહ, આનંદીબેન પટેલ અને એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું છે. શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં મતદાન કર્યું છે. તો કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદના નરોડા ખાતે મતદાન કર્યુ અને મતદાન બાદ જગદિશ ઠાકોરે જીતનો દાવો કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી ગઈકાલે સાંજે ગુજરાત આવી પહોંચ્યા હતા...સૌથી પહેલા તેમણે માતા હીરાબાને મળી તેમના આશીર્વાદ લીધા હતા. ગાંધીનગરના રાયસણમાં માતા હીરાબા સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા. તેઓએ માતા સાથે ચા પીને થોડો સમય પણ વિતાવ્યો હતો. તો આજે રાણીપની નિશાન સ્કૂલમાં પ્રધાનમંત્રી મત આપવા માટે પહોંચ્યા હતા. મત આપ્યા બાદ પોતાના મોટા ભાઈ અને સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. સોમાભાઈના નિવાસસ્થાને જઈ ત્યાં 10થી 15 મિનિટ સુધી સમય વિતાવ્યો હતો.



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ગુજરાતના સાંસદોએ પણ પોતાનો મત આપીને લોકશાહીના પર્વની ઉજવણી કરી.  રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડીયાએ બનાસકાંઠામાં મતદાન કર્યુ. તો લોકસભાના સાંસદ રંજન ભટ્ટે વડોદરામાં, સાંસદ શારદાબેન પટેલે મહેસાણામાં પોતાનો મત આપ્યો. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ છોટા ઉદેપુરમાં મતદાન કર્યુ.



મુખ્ય ચૂંટણી અધિકારી પી. અધિકારી પી.ભારતીએ ગાંધીનગરમાં મતદાન કર્યુ. તો અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ પણ પોતાનો મત આપ્યો. તો બીજીબાજુ વડોદરામાં સાધુ-સંતોએ મતદાન મથક પહોંચીને પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો. વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે પોતાનો મત આપ્યો. પાલનપુર બેઠકના ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરે પણ મતદાન કર્યુ હતું. આ તરફ વડોદરાની સયાજીગંજ બેઠકના ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ પણ પોતાનો કિંમતી મત આપ્યો. બીજા તબક્કાની ચૂંટણીમાં ભાજપના થરાદ બેઠકના ઉમેદવાર શંકર ચૌધરીએ મતદાન કર્યુ. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પણ પોતાનો કિંમતી મત આપ્યો. જ્યારે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે મતદાનમથક પહોંચીને પોતાનો મત આપ્યો.