વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લામાં તમામ વિધાનસભા ક્ષેત્રમાં દરિયાકાંઠા વિસ્તાર અને માછીમારી કરતાં મતદાતાઓ છે, ત્યારે માછીમારોનો મિજાજ કોંગ્રેસ તરફ વાળવા ગીર સોમનાથ કોંગ્રેસ દ્વારા ઉના અને સોમનાથના ધારાસભ્યોને સાથે રાખીને માછીમારોની સ્પષ્ટતા 14 મુદ્દાઓ સમાવેશ કરતું મેનિફેસ્ટો જાહેર કરાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનાના પુંજા વંશ અને વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા નીચે મુજબની જાહેરાત કરવામાં આવી હતી.


  • - પાકિસ્તાનમાં મૃત્યુ પામેલ માછીમારોના પરિવારને 10 લાખ સહાય કોંગ્રેસની સરકાર ચૂકવશે. 

  • - જો કોઈપણ માછીમાર પાકિસ્તાન જેલમાં કેદ હોય તો પ્રતિ દિવસ 400 રૂપિયા સહાય તેના પરિવારને ચૂકવવામાં આવશે.

  • - સમગ્ર રાજ્યમાં નવી જેટીઓનું નિર્માણ કરવામાં આવશે. 

  • - સાથે જ જે બંદરોનો વિકાસ અટક્યો છે તેમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ કરી બંદરને ધમધમતા કરવામાં આવશે.

  • - બોટ માલિકોને 30000 લિટર ડીઝલ પર સેલ્સ ટેક્સ માફ કરવામાં આવશે.

  • - દરિયા કિનારા વિસ્તારમાં ફિશિંગ કરતી નાની બોટ પિલાણીને પેટ્રોલનો ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવશે.

  • - નાની ફાયબર બોટ પીલાણાને કેરોસીનના બદલે પેટ્રોલ વાપરવાની મજુંરી. 

  • - વાર્ષિક 4 હજાર લીટર પેટ્રોલ તથા જૂની પેન્ડિગ સબસીડી ચુકવણી

  • - 2004 બંધ થયેલ સહકારી ધોરણે બોટ બાંધવાની ncdcની સહાય યોજના શરૂ કરાવાશે.

  • - કોંગ્રેસની સરકાર બને તો માછીમારોના તમામ અટકેલા પ્રશ્નો હલ કરવા માટે ધારાસભ્યોએ જાહેરાત કરી હતી.

  • - માછીમારોની સમસ્યાઓને નિવારણ લાવવા માછીમાર નિગમ રચવામાં આવશે. જેમાં માછીમારી સાથે જોડાયેલા તજજ્ઞોને સામેલ કરવામાં આવશે


ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમા મોદીએ પણ માછીમારોને આકર્ષવા પ્રયાસો કર્યા હતા અને હવે મોદીની સ્ટાઇલમા કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી. કોંગ્રેસે દાવો કર્યો કે ભાજપે વચન આપ્યા પરંતુ માછીમારોને સહાય કે મદદ મળી નથી, પરંતુ અમારી સરકાર બનશે તો અમે અમલ કરીશું અને જે બોલશું એ પાળીને બતાવીશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube