Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસનો સૌથી મોટો ઝટકો, આ દિગ્ગજ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તડજોડની રાજનીતિ સક્રિય થઈ છે. કોઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યું છે તો કોઈ આમ આદમી પાર્ટીમાંથી ઝાડું છોડી ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યું છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ તૂટી છે. જાણવા મળ્યું છે કે બાયડના ધારાસભ્ય જશુ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તડજોડની રાજનીતિ સક્રિય થઈ છે. કોઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યું છે તો કોઈ આમ આદમી પાર્ટીમાંથી ઝાડું છોડી ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પહેલા ફરી એક વાર કોંગ્રેસ તૂટી શકે છે.
ચૂંટણીઓ નજીક આવતા નેતાઓના પાર્ટી બદલવાનો સિલસિલો પણ પ્રારંભ થઇ જતો હોય છે અને એમાં પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે એટલે કોંગ્રેસ તૂટે એ વાતમાં કોઇને શક ન હોય ત્યારે વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે એવામાં કોંગ્રેસને ઝટકો લાગી શકે છે. બાયડના ધારાસભ્ય જશુ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે છે.
જશુભાઈએ કોંગ્રેસને જીત અપાવી હતી
2017 ની ચૂંટણી પર નજર કરીએ તો, આ બેઠક પરથી 2017માં ચૂંટણી લડનાર ધવલસિંહ ઝાલા જીત્યા હતા, પરંતું બાદમાં તેઓએ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. જેના બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. પેટાચૂંટણીમાં પણ અહી કોંગ્રેસનો પરચમ લહેરાયો હતો, અને કોંગ્રેસના ઉમેદવાર જશુ પટેલ એ ધવલસિંહ ઝાલા સામે જીત્યા હતા.
બાયડ બેઠકનો રાજકીય ઈતિહાસ
2002માં કોંગ્રેસના રામજીસિંહ સોલંકીની જીત
2007માં ભાજપના ઉદેસિંહ ઝાલાની જીત
2012માં કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાની જીત
2017માં કોંગ્રેસના ધવલસિંહ ઝાલાની જીત
2019માં કોંગ્રેસના જશુભાઈ પટેલની જીત
મહેન્દ્રસિંહ વાઘેલાની પક્ષપલટાની રાજનીતિ
પક્ષપલટાની વાત કરીએ તો, મહેન્દ્રસિંહ વાઘેલા પણ પોતાના પિતાની જેમ પાર્ટી બદલવામાં માહેર છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી બાયડ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં 35 હજાર 923 મતથી વિજયી બન્યા હતા. જેના બાદ વર્ષ 2018 માં ભાજપમાં જોડાયા હતા. જોકે વર્ષ 2018ના ઓક્ટોબરમાં તેમણે અચાનક જ ભાજપમાંથી રાજીનામુ આપ્યુ હતું. હવે ચાર વર્ષ બાદ તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube