Gujarat Election: ભાજપે ઉત્તર ઝોનની 59 સીટો માટે પ્રભારીઓની કરી જાહેરાત, જાણો કોને મળી જવાબદારી
ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે 59 સીટો માટે પ્રભારીઓના નામની જાહેરાત કરી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીને જોતા સક્રિય થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ 150થી વધુ સીટો જીતવાનો લક્ષ્ય રાખ્યો છે. આ માટે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ચૂંટણીની વિવિધ રણનીતિઓ બનાવી રહ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તર ઝોનની 59 વિધાનસભા સીટોના પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે.
59 સીટો માટે ભાજપના પ્રભારીઓની જાહેરાત
ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર ઝોનની 59 વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની જાહેરાત કરી દીધી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગરની વિધાનસભા સીટોનો પણ સમાવેશ થાય છે. ભાજપની જાહેરાત પ્રમાણે ડો. ઋત્વિજ પટેલને કલોલ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. ડો પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલને પાટણ, આશીષ દવેને વાવ અને ડો. સંજય દેસાઈને ભુજ બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube