ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો. જોકે આ ચુકાદો વચગાળાની રાહત છે.


મહત્વનું છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે હાર્દિક પટેલે આ સજા સામે હાઈકોર્ટમાં  અરજી કરી હતી. જો કે હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા હાર્દિકે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જો કે તે સમયે સુપ્રીમ કોર્ટે આ અરજી તરત જ સાંભળવાનો ઈન્કાર કર્યો હતો.. હાર્દિકની અપીલ હતી કે તેની સજા પાછી ખેંચવામાં આવે. જેથી તે 2019ની ચૂંટણી લડી શકે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજનીની અપીલો પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દીક પટેલની સજા પર રોક લગાવી લીધી છે. સાથે એમ પણ કહ્યું છે કે હાઈકોર્ટે પણ સજા પર રોક લગાવવાની જરૂર હતી..


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube