Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દેશના દરેક રાજ્યમાં કોંગ્રેસની હાલત ખુબ જ ખરાબ છે અને ચૂંટણી પહેલા દરેક રાજ્યમાં કોંગ્રેસ નેતાઓ પક્ષપલ્ટુ કરવાના અહેવાલ સામે આવતા હોય છે. આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, તેના પહેલા હાર્દિક પટેલ બીજેપીમાં સામેલ થઈ શકે છે તેવા અહેવાલ રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જોકે, ત્રણ વર્ષ પહેલા કોંગ્રેસમાં સામેલ થયેલા હાર્દિક પટેલે હાલ આ અટકળો પર પૂર્ણવિરામ લગાવીને ટ્વીટ કર્યું છે કે હું હાલ તો કોંગ્રેસમાં જ છું...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેતૃત્વથી નારાજગી વચ્ચે હાર્દિક પટેલના સાંકેતિક ટ્વીટથી ચારેબાજુ ચર્ચા થઈ રહી છે કે શું હાર્દિક કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપનો કેસરિયો ઓઢશે? આ તમામ વાતો વચ્ચે હાર્દિકે ટ્વીટમાં જણાવ્યું છે કે, હું હાલ તો કોંગ્રેસમાં જ છું...આશા રાખું કે કેન્દ્રીય નેતાઓ રસ્તો શોધી લે, જેથી હું કોંગ્રેસમાં જ રહું....કેટલાક નેતાઓ મારુ મનોબળ તોડવા માગે છે. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, હું હાલ કોંગ્રેસમાં છું અને કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી રસ્તો શોધશે તો હજુ કોંગ્રેસમાં જ રહીશ...નારાજ હાર્દિક પટેલે કહ્યું- પાર્ટીના કેટલાક લોકો નથી ઈચ્છતા કે હું કોંગ્રેસમાં રહું.. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલ હાલ સ્થાનિક કોંગ્રેસ નેતૃત્વથી નારાજ ચાલી રહ્યા છે.



કોંગ્રેસ નેતૃત્વથી નારાજગી વચ્ચે હાર્દિક પટેલ છેલ્લા એક સપ્તાહથી નવા નવા સંકેત આપી રહ્યા છે. આ દરમિયાન હાર્દિકે પોતાના સૂર બદલ્યા હોવાનું સામે આવ્યું છે. હજુ ગઈકાલે જ હાર્દિકે તાપીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેમણે હાઈ કમાન્ડ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાનું અને તેનું સમાધાન આવી જશે. જો કે આજે હાર્દિકે ટ્વિટ કરીને પોતાના કોંગ્રેસમાં રહેવાનો નિર્ણય હાઈ કમાન્ડ પર છોડી દીધો. સાથે જ હાર્દિકે એવું પણ કહ્યું કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ઈચ્છે છે કે તે કોંગ્રેસ છોડી દે. નામ લીધા વિના હાર્દિકે કોંગ્રેસને કેટલાક નેતાઓ પર પોતાનું મનોબળ તોડવાનો પણ આક્ષેપ કર્યો.


ઉલ્લેખનીય છે કે, પાટીદાર નેતા હાર્દિક પટેલે દિલ્હીમાં એક મોટા ગજાના બીજેપી નેતા સાથે મુલાકાત કરી. જોકે, હાર્દિકે આ મીટિંગ વિશે કંઈ પણ જણાવ્યું નથી. હાર્દિકે વોટ્સએપ પર પોતાના ડીપી પણ ચેન્જ કરી નાંખ્યું છે. તેમણે પોતાના વોટ્સએપ ડીપીમાંથી કોંગ્રેસનો પંજો હટાવી લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ વોટ્સએપ પર એક નવું ડીપી મૂક્યું છે, જેમાં તેણે ગળામાં ભગવો કેસ ધારણ કરેલો દેખાઈ રહ્યો છે. એવામાં અટકળો ચાલી રહી છે કે હાર્દિકનું બીજેપીમાં જોડાવવું નક્કી છે.


પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ હાલના દિવસોમાં કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વની નિંદા કરી રહ્યા છે અને પાર્ટીના નેતૃત્વને લઈને પણ સવાલ ઉઠાવી ચૂક્યા છે. બીજી બાજુ, હાર્દિક સતત બીજેપીની પ્રશંસા કરી રહ્યો છે, ત્યારે એવી અટકળો ચાલી રહી છે કે હાર્દિક ભાજપમાં જોડાશે અને હવે બીજેપી નેતાને મળ્યા બાદ આ અટકળો હજુ વધી ગઈ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube