Congress Manifesto 2022:‘બનશે જનતાની સરકાર’ના નામે ગુજરાતનો ચૂંટણી ઢંઢેરો જાહેર, જાણો જનતાને શું કર્યા મોટા વાયદા?
Gujarat Election 2022: ‘બનશે જનતાની સરકાર’ના નામે ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ 125 બેઠકો સાથે જનતાની સરકાર બનાવી રહી છે.
Gujarat Election 2022: ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત ચૂંટણીના બ્યૂંગલ વાગી ચૂક્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી ચૂક્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલા 8 વચનોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, રઘુ શર્મા, શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. ‘બનશે જનતાની સરકાર’ના નામે ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ 125 બેઠકો સાથે જનતાની સરકાર બનાવી રહી છે. જનતાના પ્રશ્નોને વાચા આપતા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.
અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, દેશની પરંપરા રહી છે કે એક વાર શિલાન્યાસ અને નામકરણ થયા બાદ તેનુ નામ બદલાતુ નથી. પરંતુ ભાજપે જે નામ બદલવાની પરંપરા શરૂ કરી છે તે યોગ્ય નથી. સરદાર સન્માન ગૃપના કાર્યકરો રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળી રજુઆત કરી હતી. કોંગ્રેસના મેનીફેસ્ટોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને પુનઃ સરદાર પટેલ સ્ટેડિયમ કરવાની માંગ કરી હતી. આજે જ્યારે કોગ્રેસ મેદાનમાં આવ્યું છે ત્યારે કેજરીવાલ કે આપ ક્યાંય જોવા મળતુ નથી.
ગુજરાત કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો
1. ગુજરાતની મહિલાઓને 500ના ભાવે ગેસનો બાટલો મળશે
2. નિયમિત સરકારી ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે
3. વિદ્યાર્થિનીને KG થી PG સુધી રૂ . 500 થી 20,000 સુધીની શિષ્યવૃત્તિ
4. સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધિ માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા
5. ખેડૂતોને ખેત પેદાશોના વાજબી ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિની રચના
6. કામધેનુ ગૌ સંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ રૂ.1000 કરોડનું બજેટ
7. માછીમાર વિકાસ નિગમની પુનઃ રચના કરાશે
8. શ્રમિકો માટે સમાન કામ અને સમાન વેતનનો અમલ મળશે
9. શ્રમિકોને પીએફ, ઇ.એસ.આઈ અને બોનસનો લાભ મળશે
10. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાના નામે મળશે ઘરનું ઘર
11. પંચાયતના તમામ કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી
12. SC/ST/OBC અને લઘુમતી સમાજ માટે કાયમી અનામત આયોગની રચના
13. વિધવા,વૃદ્ધ,એકલ નારી અને જરૂરિયાતમંદ મહિલાને મહિને રૂ.2000 નું ભથ્થું
14. નાત, જાત,ધર્મ કે પક્ષીય ભેદભાવ વગર કાયદાનું શાસન સ્થપાશે
15. સંતુલિત ઔધોગિક નીતિ અમલમાં લાવવામાં આવશે
16. સિરામિક, એન્જિનિયિંગ,કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર
17. બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચરનો વિકાસ કરાશે
18. બારમાસી બંદરોનો વિકાસ કરવામાં આવશે
19. પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવવામાં આવશે
20. મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે
કોંગ્રેસ પાર્ટી દ્વાર તૈયાર કરવામાં આવેલ જન ઘોષણા પત્રમાં નીચેના મુદ્દાઓને આવરી લેવામાં આવશે.
મોંઘવારી
ગુજરાતની ગૃહિણીઓને મળશે રૂ.500નાં ભાવે ઘરેલું ગેસ સિલિન્ડર
રોજગારી
નિયમિત સરકારી ભરતી કેલેન્ડર
શિક્ષણ
પ્રત્યેક જરૂરિયાત વિદ્યાર્થિનીને KG થી PG સુધી શૈક્ષણિક ખર્ચ પેટે રૂ . 500 થી 20,000 સુધીની શિષ્યવૃત્તિ
આરોગ્ય
સસ્તાં ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધિ માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા
ખેડૂતો
ખેડૂતોને ખેત પેદાશોના વાજબી ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિની રચના
પશુપાલકો
કામધેનુ ગૌ સંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ રૂ.1000 કરોડનું બજેટ
માછીમારો
માછીમાર વિકાસ નિગમની પુનઃ રચના
શ્રમિકો
સમાન કામ અને સમાન વેતનનો અમલ
મળશે પીએફ, ઇ.એસ.આઈ અને બોનસનો લાભ
ઘરના ઘર યોજના
શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાના નામે મળશે ઘરનું ઘર
પંચાયતી રાજ
પંચાયતના તમામ કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી
SC/ST/OBC અને લઘુમતી સમાજ
જાતિ આધારિત વસ્તી ગણતરી
કાયમી અનામત આયોગની રચના
મહિલા સશક્તિકરણ
વિધવા,વૃદ્ધ,એકલ નારી અને જરૂરિયાતમંદ મહિલાને મહિને રૂ.2000 નું ભથ્થું
લોકશાહી
નાત, જાત,ધર્મ કે પક્ષીય ભેદભાવ વગર કાયદાનું શાશન
આર્થિક નીતિઓ
સંતુલિત ઔધોગિક નીતિ
વ્યાપાર ઉદ્યોગ
સ્થાનિક સિરામિક ઉદ્યોગ, એન્જિનિયિંગ ઉદ્યોગ,કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર
બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચર
બારમાસી બંદરોનો વિકાસ
પર્યાવરણ
પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવીશું
કલા અને સંસ્કૃતિ
મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે
AAP ની રાજનીતિ અંગે અશોક ગેહલોતનું નિવેદન
AAPની રાજનીતિ અંગે ગેહલોતે જણાવ્યું હતું કે, AAP માત્ર ભાજપને ફાયદો પહોંચાડવા જ આવ્યું છે. પંજાબમાં જીત બાદ તેમણે હિમાચલ પર ફોક્સ કર્યું હતું. હાલ AAP હિમાચલ પ્રદેશમાં ક્યાંય દેખાતું નથી. AAP હિમાચલપ્રદેશ ચૂંટણીમાંથી કેમ નીકળી ગયું એની જાહેરાત કરે. ભાજપ સાથે AAP એ શું સેટિંગ કર્યું એની જાહેરાત કરે. કોંગ્રેસ મેદાનમાં ઉતરતા જ AAP ગુજરાતમાંથી ગાયબ થઇ ગયું છે. ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને સરદાર પટેલ સ્ટેડિયમ નામ આપવામાં આવશે. કોંગ્રેસના મેનીફેસ્ટોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાનું વચન આપવામાં આવ્યું છે.