Bhavnagar East Gujarat Chunav Result 2022: ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપે જીત મેળવી છે. સેજલબેન પંડ્યાએ 62554 મતથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા છે. ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ ગણી શકાય છે. આ બેઠકમાં 1999થી પરીણામો ભાજપના પક્ષમાં રહ્યા છે. એકંદરે એમ કહી શકાય કે, લોકો ભાજપને મત આપતા આવ્યા છે. જેથી ભાજપની આ વોટબેંક તોડવી મુશ્કેલ છે. ભૂતકાળમાં મહેન્દ્ર ત્રિવેદી અહીંથી ભાજપને જીત અપાવતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકઃ-
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર પુરુષ 2,16,836 અને મહિલા 1,84,324 છે. એમ કુલ વસ્તી 4,01,161ને આંબી જાય છે. જ્યારે મતદારોની સંખ્યાની વાત કરીએ તો 1,33,753 પુરુષ મતદારો અને અને 1,28,560 મહિલા મતદારો છે. આમ કુલ 2,63,316 મતદારો અહીં છે. ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક હેઠળ ભાવનગર તાલુકાના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. જેમાં રૂવા, તરસીમિયા, માલાન્કા, અકવાડાને આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત ભાવનગર મહાનગર પાલિકાના કેટલાક વોર્ડ પણ વિધાનસભા બેઠક હેઠળ આવે છે. જેમાં વૉર્ડ નંબર 2, 3, 4, 5, 6, 7, 13, 14, 15નો સમાવેશ થાય છે. ભાવનગરના પૂર્વ વિધાનસભા બેઠકમાં એરપોર્ટ, ઘોઘાસર્કલ, અકવાડા લેક સહિત યશવંતરાય નાટ્યગૃહ જેવા વિસ્તારો આવેલા છે. આ વિસ્તારમાં ખાસ કરીને નોકરિયાત, બિઝનેસમેન કક્ષાના લોકો વસવાટ કરે છે.


2022ની ચૂંટણીઃ-
પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    સેજલબહેન પંડ્યા
કોંગ્રેસ     બળદેવ સોલંકી
આપ    હમીર રાઠોડ 


2017ની ચૂંટણીઃ-
વિભાવરીબેન દવે 2007થી સતત ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે. આ બેઠક પર કોંગ્રેસનો કોઈ મજબૂત નેતા વિભાવરીબેનને હરાવી શક્યો નથી. ગત 2017ની ચૂંટણીમાં વિભાવરીબેન સામે કોંગ્રેસે નીતાબેન રાઠોડને ઉભા રાખ્યા હતા. જેમાં વિભાવરીબેનને 87323 વોટ મળ્યા હતા.


2012ની ચૂંટણી:-
2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ વિભાવરીબેન દવે આ બેઠક પરથી ચૂંટાયા હતા.