Borsad Gujarat Chutani Result 2022 બોરસદ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, જાણો જીતનું ગણિત
Borsad Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Borsad Gujarat Chutani Result 2022: ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં બોરસદ વિધાનસભા બેઠક 109માં ક્રમાંકે છે. બોરસદ વિધાનસભા બેઠક પર ભાજપ ક્યારેય પોતાનું ખાતુ ખોલાવી શક્યું નથી, જેથી આ બેઠક જીતવા માટે તડામાર તૈયારીઓ કરવી પડશે.આ વિધાનસભા બેઠક પર ક્ષત્રિય, પાટીદાર, મુસ્લિમ, વણકર-રોહિત, ચુનારા-દેવીપૂજક, બ્રાહ્મણ, વાણિયા તથા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
- બોરસદ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય
- ભાજપ ઉમેદવાર 11165 મતથી જીત્યા
- બોરસદ બેઠક પર કૉંગ્રેસની કારમી હાર
બોરસદ વિધાનસભા બેઠકઃ-
ગુજરાત અને દેશમાં ડબલ એન્જિનની સરકાર ધરાવતી ભારતીય જનતા પાર્ટી આ વિધાનસભા બેઠક પર પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. એટલે કે 1967થી અત્યાર સુધીની એક પણ ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાઈને નથી આવ્યા. આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહી છે. 1990માં માધવસિંહ સોલંકી, 1995/1998/2002માં ભરતભાઈ સોલંકી, 2004ની પેટાચૂંટણી અને 2007ની ચૂંટણીમાં અમિત ચાવડા અહીંથી ધારાસભ્ય બની વિધાનસભામાં પહોંચ્યા. તો છેલ્લી બે ટર્મથી અહીં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાઈને આવે છે.
2022ની ચૂંટણીઃ-
આ વખતે બોરસદ બેઠક પર પણ ત્રિપાંખિયો જંગ છે.
પક્ષ ઉમેદવાર (હેડર)
ભાજપ રમણ સોલંકીને
કોંગ્રેસ રાજેન્દ્રસિંહ પરમાર
આપ મનીષ પટેલ
2022ની ચૂંટણીમાં અમુક સ્થાનિક મુદ્દાઓ મહત્વના બની રહેશે. જેમાં આરોગ્ય અને રોજગારી મુખ્ય વિષય છે. તાલુકામાં બેરોજગારીની સાથે GIDC મૃત:પ્રાય અવસ્થામાં ફેરવાઇ ગઈ છે. રોજગારી માટે આ વિસ્તારના યુવાનોને દુર જવું પડે છે.કાંઠાગાળાના ગામોમાં પીવાના પાણીની સમસ્યા મહિલાઓ માટે પરેશાનીરૂપ બની રહી છે. મોટાભાગના કામો માત્ર કાગળ પર હોવાનું જણાઈ આવે છે.
2017ની ચૂંટણીઃ-
કોંગ્રેસના આ વખતના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર 2017માં ધારાસભ્ય તરીકે બોરસદ રબેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે એક અલગ જ વિવાદ સામે આવ્યો હતો. આ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાની પૂર્વ સંધ્યા સુધી ભાજપમાંથી ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નહોતું. છેલ્લી ત્રણ ટર્મથી માત્ર ને માત્ર રમણ સોલંકીના પરિવારમાં ભાજપ દ્વારા ટીકીટ આપવામાં આવે છે, 2017માં પણ રમણ સોલંકીને ટીકીટ આપવામાં આવતા ભાજપના કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. દરવખતે એક જ પરિવારને ટીકીટ આપવાના વિરોધમાં 20 વધુ બોરસદ તાલુકાના ભાજપના હોદ્દેદારો તથા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા અને કાઉન્સિલરોએ પોતાના રાજીનામાં આપી દીધા હતા.
2012ની ચૂંટણી:-
2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીને મ્હાત આપી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય બન્યા હતા.