Junagadh Manavadar Gujarat Chunav Result 2022: પાંચ ટર્મથી જુનાગઢની માણાવદર બેઠક પર પ્રભુત્વ જમાવી રહેલા જવાહર ચાવડા ફરીએકવાર ચૂંટણી મેદાને છે. જો કે ત્રીપાંખીયા જંગ વચ્ચે કોંગ્રેસ અને આપ પણ આ બેઠક પર એડીચોટીનું જોર લગાવી રહી છે. તેવામાં માણાવદર બેઠક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકરી જોવા મળશે


  • માણાવદરમાં કોંગ્રેસની જીત થઈ છે.

  • કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ લાડાણીની 3453 મતે જીત થઈ છે.

  • જ્યારે ભાજપના ઉમેદવારની કારમી હાર થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનાગઢ માણાવદર વિધાનસભા બેઠક 1962ની ચૂંટણીની શરૂઆત થયા પછી અત્યાર સુધી ત્રણ વર્ષ બીજેપી અને ત્રણ વર્ષ કોંગ્રેસ જીતતી આવી છે.માણાવદર વિધાનસભામાં સૌથી વધુ કડવા પટેલ મતદારો છે. છતાં પણ કડવા પટેલ ઉમેદવારને જવાહર ચાવડા છેલ્લી પાંચ ટર્મથી પરાસ્ત કરી રહ્યા છે. જવાહર ચાવડા પોતે દાવો કર્યો છે કે માણાવદરના અનેક વિકાસ કામો કર્યા છે. જેમાં અમદાવાદ, સુરત જેવા શહેરોમાં જ રિવરફ્રન્ટ બન્યા છે. પરંતુ માણાવદરના ધારાસભ્ય પોતે કેબિનેટ મંત્રી હતાં તે સમયે તેણે માણાવદર વંથલી બાટવા અને સાસણમાં પણ રિવરફ્રન્ટ મંજૂર કર્યા અને માણાવદરમાં આ કામ પૂર્ણ થવામાં પણ આવ્યા છે.


માણાવદરમાં ખેડૂતોની સંખ્યા સૌથી વધારે છે. પાટીદાર સમુદાય અહીંયા 40 ટકા છે. જ્યારે આહિર, મેર અને દલિતની સંખ્યા મળીને બીજા 40 ટકા છે. અહીંયા વર્ષોથી ભાજપના રતિભાઈ સુરેજા જીતતા રહ્યા હતા. બેઠક પર 1 લાખ 25 હજાર 681 પુરુષ મતદારો  અને 1 લાખ 14 હજાર 279 મહિલા મતદારો છે. અહીંયા કુલ 2 લાખ 39 હજાર 960 મતદારો છે. 


2022ની ચૂંટણી
2022ના ચૂંટણી જંગમાં ભાજપે ચાલુ ધારાસભ્ય જવાહર ચાવડાને ઉમેદાવાર બનાવ્યા છે.  જ્યારે કોંગ્રેસે અરવિંદ લાડાણીને ટિકીટ આપી છે. જ્યારે આપે કરશનબાપુ ભદરકાને ટિકીટ આપી છે.


2017ની ચૂંટણી
2017માં કોંગ્રેસમાથી જવાહર ચાવડાએ ભાજપના નીતિન ફળદુને હરાવીને માણાવદર બેઠક જીતી હતી. ત્યારબાદ તે સમયના કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ 2019માં માણાવદર બેઠક તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા. અને કોંગ્રેસના અરવિંદ લાડાણીને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. 


2012ની ચૂંટણી
2012 વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસમાથી જવાહર ચાવડાએ ભાજપના નીતીનકુમાર ફળદુ સામે 30 હજારના જંગી લીડથી જીત મેળવી હતી.