Talala Gujarat Chutani Result 2022: તાલાલામાં લહેરાયો ભગવો, ભગાભાઈ બારડની ભવ્ય જીત
Talala Gujarat Chutani Result 2022: તાલાલા બેઠક પર ભાજપના ભગાભાઈ બારડે નજીકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્રભાઈ સોલંકીને 20055 મતથી હરાવ્યા. આ બેઠક પરથી 2017માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા ભગવાન બારડે (ભગાભાઈ બારડ) તાજેતરમાં જ પક્ષપલટો કર્યો અને ભાજપમાં જોડાયા. ભાજપે તાલાળાથી ભગા બારડને ટિકિટ આપી .
Talala Gujarat Chutani Result 2022: તાલાલા બેઠક પર ભાજપના ભગાભાઈ બારડે નજીકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્રભાઈ સોલંકીને 20055 મતથી હરાવ્યા. આ બેઠક પરથી 2017માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા ભગવાન બારડે (ભગાભાઈ બારડ) તાજેતરમાં જ પક્ષપલટો કર્યો અને ભાજપમાં જોડાયા. ભાજપે તાલાળાથી ભગા બારડને ટિકિટ આપી . એટલે આ બેઠક પર એ જોવું રસપ્રદ હતું કે પક્ષપલટુ પર 2022ની ચૂંટણીમાં જનતા વિશ્વાસ મુકે છે કે નહીં.
તાલાલા વિધાનસભા બેઠકઃ-
તાલાલાનો ચૂંટણીજંગ રસપ્રદ રહેવાનું એક ખાસ કારણ છે. તાલાલામાં સતત બીજી વાર કોઇ જીતતું નથી. અહીંની જનતા દરેક ટર્મમાં પ્રજા ધારાસભ્યને બદલી નાંખે છે. જેનો ગઢ ગણતો હતો તે જશુભાઇ પણ 2002માં હાર્યા હતા. ગોવિંદભાઇ પરમાર પણ બે વાર હાર્યા હતા.
આ બેઠક પર કોઇ પણ પક્ષ માટે પ્રજાનું મન જાણવું મુશ્કેલ કાર્ય છે. 1975માં તાલાલા બેઠકની રચના થઇ હતી. 1975થી 2012 સુધીની ચૂંટણી પર નજર નાંખવામાં આવે તો બીજી ટર્મ માટે કોઇ જીતતું નથી.
1975 બાદ બે વખત એક માત્ર જશુભાઇ બારડની જીત જ થઇ છે. ભાજપના ઉમેદવાદ ગોવિંદભાઇ બન્ને વાર જશુભાઇ સામે હાર્યા છે. એટલે જ આ બેઠકને પોતાનો ગઢ બનાવવો કોઇ પણ પક્ષ માટે લગભગ અશક્ય છે.
2022ની ચૂંટણીઃ-
પક્ષ ઉમેદવાર (હેડર)
ભાજપ ભગવાન બારડ
કોંગ્રેસ માનસિંહ ડોડિયા
આપ દેવેન્દ્ર સોલંકી
2017ની ચૂંટણીઃ-
2017ની ચૂંટણીમાં ભાજપના ગોવિંદ પરમારને હરાવી કોંગ્રેસના ભગવાન બારડ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
2012ની ચૂંટણી:-
2012માં કોંગ્રેસના જશુભાઈ બારડ આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.