Una Gujarat Chunav Result 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉના બેઠક પર સૌની નજર છે. આ બેઠક કોંગ્રેસનો ગઢ છે અહીં પૂંજાભાઇ વંશ કોંગ્રેસ તરફથી પાંચ વખત ચૂંટાયા છે. 182 વિધાનસભા બેઠકો પૈકીની એક ઉના બેઠકમાં ઉના તાલુકાના તમામ ગામો આમોદ્રા કંસારીયા, જામવાળા, ભાઠા, થોરડી, બાબરીયા, સનવાવ, જરાગલી, આંકોલાલી, પાંડેરી, ધ્રાબાવડ, વેલાકોટ, ઝાંખરીયા, સોનપુરા, ભીયાળ, બોડીદર, કનેરી, મગરડી, આંબાવડ, કણકીયા, સીમાસી, રાણવા, લેરકા, ચીખલી, સોખડા, કાજરડી, કોબ, ભીંગરાણ, તાડ વગેરેનો સમાવેશ થાય છે. ઉના બેઠકના મોટાભાગના ગામો દરિયા કિનારે આવેલા છે. 153 ગામોની બનેલી આ બેઠક પરના મોટાભાગના ગામો ગીરના જંગલમાં આવેલા છે. ઉના મતદારક્ષેત્રમાં કુલ 79512 મતદારો છે, જેમાંથી 40726 પુરૂષ મતદારો અને 38786 મહિલા મતદારો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉના વિધાનસભાનું પરિણામઃ


43 હજાર ની લીડ સાથે ભાજપ વિજયી જાહેર..


2022ની ચૂંટણીઃ-
પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    કે.સી.રાઠોડ
કોંગ્રેસ     પૂંજાભાઈ વંશ
આપ     સેજલ ખૂંટ


2017ની ચૂંટણીઃ-
1990થી 2022 સુધીમાં પાંચ વખત પૂંજા વંશ આ બેઠક પર ધારાસભ્ય બન્યા છે. 2017માં પણ પૂંજા વંશ ઉના વિધાનસભા બેઠક પર ચૂંટાઈ આવ્યા હતા. 


2012ની ચૂંટણી:-
2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસના પૂંજા વંશ ઉના બેઠકથી ધારાસભ્ય બન્યા હતા.