Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 14 જિલ્લાની 93 બેઠકો માટે આજે (5 ડિસેમ્બર) આખરે તબક્કાનું મતદાન ચાલું છે. જ્યારે, પહેલા ચરણનું મતદાન 1 ડિસેમ્બરે થયું હતું. જેમાં રાજ્યની 19 જિલ્લાની 89 બેઠકો સામેલ છે. જ્યારે ગુજરાતનું ચૂંટણી પરિણામ હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેકના મનમાં સવાલ એ છે કે 8મી ડિસેમ્બરે ક્યા પક્ષની તાજપોશી થશે અને ગુજરાતમાં સરકાર બનાવવા માટે જરૂરી આંકડાઓ એકત્ર કરી શકશે. રાજ્યની જનતાની સાથે સાથે દેશની જનતા પણ આ જાણવા માટે ઉત્સુક છે. પરંતુ, 2017ની વિધાનસભા ચૂંટણીથી આ સમય સુધીમાં ઘણું બદલાઈ ગયું છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 1985 બાદ સૌથું સારામાં સારું પ્રદર્શન કરીને 182માંથી 77 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જ્યારે કોંગ્રેસ બે હજારથી ઓછા મતોના માર્જિન સાથે બે ડઝન બેઠકો ગુમાવી હતી.


2017ની ચૂંટણીમાં કોંગ્રેસની તાકાત
ગત ચૂંટણીમાં 1995 બાદથી બીજેપીની સૌથી ઓછી 99 બેઠકો આવી હતી. બીજેપીની ઓછી સીટો આવવા પાછળ ગુજરાતની ત્રિકડી તરીકે જાણીતા (હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી) નેતા કોંગ્રેસના સમર્થનમાં હતા. જ્યાં હાર્દિક પટેલે રાજ્યવ્યાપી પાટીદાર આંદોલનની આગેવાની કરી રહ્યા હતા, જેના કારણે કોંગ્રેસના પક્ષમાં માહોલ બન્યો બીજી બાજુ અલ્પેશ ઠાકોર ઓબીસી જાતિઓનું નેતૃત્વ કરી રહ્યા હતા, જ્યારે જિગ્નેશ મેવાણી દલિત વોટરોને એકજૂથ કરવામાં સફળ રહ્યા હતા. આ ત્રણેય યુવા નેતાઓના સમર્થનથી કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવામાં મદદ મળી હતી.


2022ની ચૂંટણીમાં આ ફેરફારો થયા
આજે 5 વર્ષ પછી આ ત્રણેય વિખૂટા પડી ગયા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી માત્ર જીગ્નેશ મેવાણી કોંગ્રેસ સાથે છે અને તેઓ પક્ષની ટિકિટ પર વડગામથી ઉમેદવાર છે. આ સિવાય સૌથી મોટો ફેરફાર 2022ની ચૂંટણીમાં થયો છે. એટલે કે દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જોરદાર રીતે લડી રહી છે, આવી સ્થિતિમાં અહીં મુકાબલો ત્રિકોણીય બની ગયો છે.