વટવા અને ખાડિયામાં કોંગ્રેસના કાર્યકરોએ જ કર્યો ઉમેદવારનો વિરોધ, જાણો શું છે કારણ
અમદાવાદમાં વટવાના કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવીનો વિરોધ થઈ રહ્યો છે. આયાતી ઉમેદવાર હોવાના કારણે સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે.મનહર પટેલની જેમ વટવામાં મેન્ડેટ બદલવાની માગ ઉઠી રહી છે.વટવા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં પણ કાર્યકરો પોસ્ટ મુકીને વિરોધ નોંધાવી રહ્યાં છે. જ્યારે જમાલપુર-ખાડિયામાં પણ કોંગ્રેસના જ કાર્યકરો ઉમેદવારનો વિરોધ કરી રહ્યાં છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ-કોંગ્રેસ જેવા પરંપરાગત વર્ષોની સાથો-સાથ આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા હાલ પોતાના ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એવામાં અમદાવાદની વટવા અને જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર થતાંની સાથે કોંગ્રેસમાં આંતરીક વિરોધ બહાર આવ્યો. જમાલપુર-ખાડિયાથી કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યાં છે. જ્યારે બીજી તરફ વટવા બેઠક પર કોંગ્રેસે બહારથી લવાયેલાં આયાતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube