2017 માં ભાજપને ફળનારો વડોદરા જિલ્લો 2022 માં નડશે ખરો? બદલાઈ ગયા છે સમીકરણો
Gujarat Elections 2022 : વડોદરા જિલ્લાની આ ચાર બેઠકો પર ભાજપ નુકસાન જો ખાળી ન શકે તો મધ્ય ગુજરાતમાં 2017 નું ક્લીનસ્વીપનું પુનરાવર્તન કરવુ ભાજપ માટે દુષ્કર બની રહેશે
Gujarat Elections 2022 : 2017 માં પાટીદાર આંદોલનને પગલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપને ખાસ્સુ નુકસાન થયુ હતું. પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતે ભાજપનું મક્કમ સમર્થન કર્યુ હતું. 2017 ના વર્ષમાં ભાજપને માત્ર બે આંકડામાં 99 સીટ મળી હતી, પરંતુ સત્તા જળવાઈ હતી. આ વર્ષે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને વડોદરા જિલ્લામં ભાજપ માટે કપરા ચઢણા જણાય છે. વડોદરા શહેર અને જિલ્લાના કેટલાક દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા જે નારાજગી ઉભી થી છે. તે ભાજપને નડી શકે તેમ છે.
વાઘોડિયા બેઠક
દબંગ ગણાતા મધુ શ્રીવાસ્તવ આ બેઠક પરથી સળંગ છ વખતા પહેલા અપક્ષ અને બાદમાં ભાજપમાંથી મેન્ડેટ લઈને ચૂંટાયા છે. પોતાના મનમાની, આપખુદી અને ખાસ તો વિવાદોમાં રહેવાના સ્વભાવને કારણે મધુ શ્રીવાસ્તાવને ટિકિટ આપવાનું લગભગ નિશ્ચિત માનતુ હતું. તે પછી ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ જણાયુ. મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી છે. તેમના મનાવવા ગયેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ તેઓએ મળવાનું ટાળ્યું હતું. તેમજ બાદમાં ‘કોણ હર્ષ સંઘવી’ તેવો સવાલ પણ કર્યો હતો. તેમનો આ હુંકાર દર્શાવે છે કે તેઓ નમતુ નહિ મૂકે. આ સંબંધે ભાજપે પોતાના ઉમેદવાર અશ્વિન પટેલને જીતાડવા મુશ્કેલ બની શકે છે. ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે અશ્વિન પટેલ આ બેઠક પરથી ઉમેદવારી કરે છે. કોંગ્રેસ જૂના જોગી સત્યજીત ગાયકવાડને ટિકિટ આપી છે. આયાતી ઉમેદવાર ગણાવીને સ્થાનિક કોંગ્રેસ સંગઠન સત્યજીતનો પણ વિરોધ કરી શકે છે. ત્યારે આ બેઠકની જંગ રસપ્રદ અને રસાકસીભરી બની રહે તેવી પૂરતી શક્યતા છે.
પાદરા
વડોદરાની ભાગોળની આ બેઠક ભાજપનો ગઢ મનાય છે, પરંતુ અહીં દિગ્ગજ નેતા દિનેશ પટેલ ઉર્ફે દિનુમામા લોકપ્રિય નેતા છે. આ વિસ્તારમાં તેઓ કાર્યરત છે અને ખાસ કરીને સહકારી અગ્રણી તરીકે લોકપ્રિયતા ધરાવે છે. સ્વંય પ્રધાનમંત્રી મોદી પણ તેમને દીનુમામા તરીકે સંબોધન કરે તેવી તેમની શાખ છે. આ વખતે તેમની ટિકિટ કપાવાથી નારાજ થયેલા દિનુમામા ભાજપ પક્ષ છોડીને અપક્ષ કરે તેવી શક્યતા છે. મનામણા કરવા આવેલ હર્ષ સંઘવીને તેઓએ પણ મળવાનુ ટાળ્યું હતું. તેમનો ફોન પણ જ રિવીસ કર્યા નહિ, અને મળવા પણ ગયા નહિ. ત્ત્યારે જો દિનુમામા અપક્ષ ઉમેદવારી કરે તો આ બેઠક પર ભાજપ, કોંગ્રસ, આપ અને અપક્ષ એમ ચતુષકોણીય જંગ થઈ શકે છે, જે સીધી રીતે ભાજપને નુકસાકારક બને તેવી શક્યતા છે.
કરજણ
આ બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા અક્ષય પટેલને રિપીટ કર્યાં છે. સામાન્ય રીતે જ કોંગ્રેસમાં આવેલા ધારાસભ્ય સામે સ્થાનિક ભાજપ સંગઠનનો બોલકો અને તીવ્ર વિરોધ છે. ભાજપના સ્થાનિક કાર્યકર તરીકે સતીષ નિશાળિયા નોંધપાત્ર છે. તેઓ લાંબા સમયથી આ વિસ્તારમાં કાર્યરત છે. અક્ષય પટેલ ફરી વિજેતા બને તો નિશાળિયાનું રાજકારણ પૂરુ થાય તેમ છે. તેથી સતીષ નિશાળિયા પણ ભાજપ સામે બળવો પોકારીને અપક્ષ ઉમેદવારી કરે તેવી શક્યતા નકારી શકાય નહિ. તેમને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. તેથી જો સતીષ નિશાળિયા અપક્ષ જઈ શકે છે, અને શક્ય એટલુ ભાજપને નુકસાન કરી શકે છે.
જિલ્લાની આ ચાર બેઠકો પર ભાજપ નુકસાન જો ખાળી ન શકે તો મધ્ય ગુજરાતમાં 2017 નું ક્લીનસ્વીપનું પુનરાવર્તન કરવુ ભાજપ માટે દુષ્કર બની રહેશે.