અજય શીલૂ, પોરબંદરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી અને ટિકિટોને વહેચણીની પ્રક્રિયા પુર જોશમાં ચાલી રહી છે. અલબત્ત હવે ટિકિટોની વહેચણી એના છેલ્લાં ચરણમાં આવી ગઈ છે. ત્યારે આજે પોરબંદરના રાજકારણમાં એક મોટો પલટો આવ્યો છે. છેલ્લી બે ટર્મથી એનસીપીની ટિકિટથી કુતિયાણાની સીટ પર જીતતા આવેલાં કાંધલ જાડેજાને આ વખતે એનસીપીમાંથી ટિકિટ ન અપાતા વિવાદ થયો છે. આખરે પત્તુ કપાતા કાંધલે એનસીપીમાંથી રાજીનામું આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, વર્ષ 2012 અને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કાંધલ જાડેજા કુતિયાણા સીટ પરથી એનસીપીમાંથી ચૂંટણી લડ્યા હતાં. અને તેઓ આ બન્ને ચૂંટણીઓમાં આ બેઠક પરથી જીતીને એનસીપીના ધારાસભ્ય બન્યાં હતાં. જોકે, આ વખતે કેમ વિજેતા ઉમેદવાર હોવા છતાં એનસીપીએ કાંધલની ટિકિટ કાપી એ એક મોટો સવાલ છે. તો તેનો જવાબ એ છેકે, એનસીપી સામાન્ય રીતે કોંગ્રેસની એલાયન્સ પાર્ટી તરીકે કામ કરતી હોય છે. જ્યારે રાજ્ય સભાની ચૂંટણીઓમાં દર વખતે કાંધલ જાડેજા ક્રોસ વોટિંગ કરીને ભાજપને મત આપતા આવ્યાં છે. તેમ છતાં અત્યાર સુધી સીટ બચાવવા માટે એનસીપીએ તેમની સામે કોઈ પગલાં લીધાં નહોતા. જોકે, આ વખતે ટિકિટ કપાતા કાંધલે જાતે જ રાજીનામું ધરી દેવું પડ્યું. 


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube