અમદાવાદ :ભાજપની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની યાદીએ આજે ચર્ચા જગાવી છે. અનેક નેતાઓ સાઈડલાઈન થયા, અનેક નવા જોગીઓને ટિકિટ મળી, કેટલાય રિપીટ થયા. 160 ઉમેદવારોના લિસ્ટ પર નજર કરીએ તો, તેમાં 3 પ્રદેશ સંગઠનના હોદ્દેદારો છે, 5 જિલ્લા પ્રમુખ છે, 14 મહિલાઓને સમાવાઈ છે. જેમાંથી 2017માં જેમને ટિકિટ આપવામાં આવી હતી તેવા 85ની ટિકિટ કાપી નાખવામાં આવી છે, જ્યારે 75 ધારાસભ્યને રિપીટ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં બે દિવસ મંથન બાદ આ યાદી જાહેર કરાઈ છે. ત્યારે ભાજનું ટિકિટ વહેંચણીનું ગણિત કેવુ છે અને મહાનગરપાલિકા માટે ભાજપની જીતની રણનીતિ શું છે તેના પર એક નજર કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ગાંધીનગરમાં કુલ બે બેઠક બંને પેન્ડિંગ


2. અમદાવાદની કુલ 16 બેઠકોમાંથી 12 બેઠક ભાજપ પાસે તો 4 બેઠક કોંગ્રેસ પાસે હતી. ભાજપ પાસેની 12 બેઠકોમાંથી 9 બેઠકો પર નવા ઉમેદવાર, 2 બેઠક પર રીપિટ, 1 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. અમદાવાદમાં કોંગ્રેસ પાસે રહેલી 4 બેઠકો પર ભાજપે નવા ચહેરા ઉતર્યા છે. વટવા બેઠક પર હજી પણ ઉમેદવારની જાહેરાત બાકી છે. આ વખતે અમદાવાદમાં 3 મહિલા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે. 


  • દસક્રોઈ :- 4 ટર્મ બાબુજમના રિપીટ

  • વિરમગામ હાર્દિક પટેલ

  • વેજલપુર બેઠક પર કિશોર ચૌહાણની ટિકિટ કપાઈ, અમિત ઠાકરને ટિકિટ મળી

  • એલિસબ્રિજ બેઠક પર 3 ટર્મ ધારાસભ્ય રહેલા રાકેશ શાહનું પત્તુ કપાયું, શહેર મંત્રી અમિત શાહને ટિકિટ મળી

  • નારણપુરામાં પૂર્વ મંત્રી કૌશિક પટેલની ટિકિટ કપાઈ, જીતેન્દ્ર પટેલને ટિકિટ મળી 

  • નિકોલમાં જગદીશ પંચાલ રિપીટ

  • નરોડામાં પાયલ કુકરાની, ઠક્કર બાપાનગરમાં કંચનબેન રાદડિયા અને દર્શના વાઘેલાને ટિકિટ મળી.

  • અમદાવાદમાં શહેરમાં આ ધારાસભ્યોની ટિકિટ કપાઈ. જેમાં વેજલપુર કિશોર ચોહાણ, એલિસબ્રીજ રાકેશ શાહ, નરોડા બલરામ થવાની, ઠક્કરબાપા નગર વલ્લભ કાકડીયા, અમરાઈવાડી જગદીશ પટેલ, મણીનગર સુરેશ પટેલ, સાબરમતી અરવિંદ પટેલ અને અસારવા પ્રદીપ પરમાર કપાયા


3. રાજકોટ સિટીમાં કુલ 4 બેઠકો. રાજકોટ સિટીમાં નો રીપિટ થિયરી
4. જામનગર સિટીમાં કુલ બે બેઠકો. જામનગર ઉત્તર અને દક્ષિણ બેઠક પર નો રીપિટ થિયરી
5. ભાવનગર સિટીમાં કુલ બે બેઠકો. ભાવનગર પૂર્વનું હજી જાહેરાત બાકી છે. ભાવનગર પશ્ચિમમાં રીપિટ થિયરી 
6. જૂનાગઢ સિટી વિસ્તારમાં નવો ચહેરો જાહેર કરાયો 



7. સુરત સીટી વિસ્તારમાં કુલ 10 બેઠકોમાંથી 7 બેઠક પર રીપિટ ઉમેદવાર. તો 2 બેઠક પર નો રીપિટ અપનાવી. સુરત ઉત્તર અને ઉઘના પર નવા ઉમેદવાર જાહેર કારયા. ચોર્યાસી બેઠક પર ઉમેદવારની જાહેરાત હજી પેન્ડિંગ


8. વડોદરાની કુલ 5 બેઠકોમાંથી બે બેઠક અકોટા અને રાવપુરા પર નો રીપિટ અપનાવી. વડોદરા સિટી એક બેઠક પર રીપિટ, તો બે બેઠક સયાજીગંજ અને માંજલપુરની જાહેરાત પેન્ડિંગ છે. વડોદરા શહેરમાં મનીષા વકીલ, અકોટામાં ચૈતન્ય દેસાઈ, રાવપુરામાં બાલકૃષ્ણ શુક્લ, સાવલીમાં કેતન ઈનામદાર, વાઘોડિયામાં અશ્વિન પટેલ, પાદરામાં ચૈતન્ય ઝાલા, ડભોઈમાં શૈલેષ મહેતા અને કરજણ પર અક્ષય પટેલ ઉમેદવાર જાહેર કરાયા. 


ઉમેદવારોનું જ્ઞાતિગત સમીકરણ
ભાજપે જે 160 ઉમેદવારની યાદી જાહેર કરી તેમાં 39 પાટીદાર, 6 બ્રાહ્મણ અને 3 અનાવિલ મળીને કુલ 9 બ્રાહ્મણ, 3 જૈન, 14 મહિલા તથા 6 ક્ષત્રિયોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આમ આ યાદીમાં દરેક સમુદાયના નેતાઓને યોગ્ય રીતે આવરી લેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાયના નેતાઓને પણ નોંધપાત્ર સંખ્યામાં ટિકિટ આપવામાં આવી છે. આમ ભાજપે જ્ઞાતિના સમીકરણોને સાચવી લેવામાં આ યાદીમાં ખૂબ કાળજી રાખ્યાનું દેખાઈ રહ્યું છે.