રવિ અગ્રવાલ/વડોદરા :ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યુ છે, ત્યારે ભાજપે પણ મુરતિયાના નામ પર લગભગ મહોર મારી દીધી છે. 10 અથવા 11 નવેમ્બરના રોજ ભાજપ ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. ત્યારે ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ગયો કે, કેટલાક નેતાઓની ટિકિટ લગભગ ફાઈનલ છે. ત્યારે વડોદરામાં એક-બે નહિ, ચાર નેતાઓને ટિકિટ મળવાની લગભગ ફાઈનલ છે. સૂત્રો દ્વારા પ્રાપ્તા માહિતી અનુસાર, વડોદરાના એક મંત્રી અને ત્રણ ધારાસભ્યોની ટીકીટ મોટાભાગે નક્કી છે. આ નામ સામે આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં મંત્રી મનીષા વકીલની શહેર વિધાનસભા, કેતન ઈનામદારની સાવલી વિધાનસભાથી ટિકિટ નક્કી છે. તો વાઘોડિયા વિધાનસભાથી મધુ શ્રીવાસ્તવ, ડભોઈ વિધાનસભાથી શૈલેષ મહેતાની ટિકિટ નક્કી છે. ભાજપ આ ચારેય ધારાસભ્યોને રિપીટ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ચારેય ધારાસભ્યોને ટિકિટ આપવા પાછળ કેટલાક ખાસ કારણો છે. 


મનીષા વકીલ (વડોદરા સિટી બેઠક) 


  • સ્વચ્છ છબી

  • બે ટર્મ માં એક પણ વિવાદ નથી

  • એસસી બેઠક માટે શિક્ષિત ચહેરો

  • વડા પ્રધાન, આનંદીબેન પટેલ અને સીઆર પાટીલની ગુડ બુકમાં નામ

  • વડા પ્રધાને મનીષાબેન વકીલના મત વિસ્તારમાં લેપ્રસી મેદાનમાં 6 મહિના બે કાર્યક્રમ આપ્યા

  • ચુસ્ત આરએસએસ પરિવારમાંથી આવે છે


કેતન ઇનામદાર (સાવલી બેઠક)


  • સાવલી વિધાનસભામાં મજબૂત ચહેરો

  • સાવલીમાં ભાજપ પાસે કોઈ વિકલ્પ નથી

  • કેતન ઇનામદાર લોકો સાથે જોડાયેલા નેતા

  • લોકો માટે લડતો નેતા

  • સાવલીમાં તમામ સમાજમાં મજબૂત પકડ ધરાવે છે

  • ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠકોમાં સૌથી વધુ 25 ટકાના માર્જીનથી વિજય થયા


મધુ શ્રીવાસ્તવ (વાઘોડીયા બેઠક)


  • 30 વર્ષથી ધારાસભ્ય

  • પહેલા અપક્ષ અને ત્યારબાદ ભાજપમાંથી ધારાસભ્ય

  • લોકોનો વ્યક્તિગત સંપર્ક

  • બીજા પત્ની આદિવાસી સમાજથી આવે છે, અહી 40 હજાર મતો

  • સંગઠન કરતા પોતે વધુ મજબૂત

  • મધુ શ્રીવાસ્તવ જેવો બીજો મોટો ચહેરો નથી

  • નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે સીધા સબંધ


શૈલેષ મહેતા (ડભોઇ)


  • અમિત શાહના અંગત

  • પરિમલ નથવાણીના અંગત

  • ગત ચૂંટણીમાં માત્ર એક મહિનામાં જ કોંગ્રેસના દિગજ્જ નેતા સિધ્ધાર્થ પટેલને હરાવ્યા

  • ડભોઇમાં વર્ષોથી અટકેલો વિકાસ કર્યો

  • ચૂંટણી લડવા માટે કાર્યકરોની ફોજ