અમદાવાદ :ભરૂચ અને આણંદ બાદ પીએમ મોદી અડાલજમાં શૈક્ષણિક મોદી સંકુલ ભવનનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા. ગોતામાં બનેલા આ સંકુલના લોકાર્પણ બાદ તેમણે મોદી સમાજના લોકોને સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યુ કે, એ જ સમાજ આગળ આવ્યા છે, જેઓએ શિક્ષણને પ્રાથમિકતા આપી છે. એક જમાનામાં આપણા સમાજમાં કોઈ તલાટી બન્યું હોય તો પણ કલેક્ટર જેવા લાગતા. આપણી પૃષ્ઠભૂમિ જ એવી રહી છે. ધીરે ધીરે તેમાં બદલાવ આવ્યો. આજે સમાજમાં લોકો આગળ આવ્યા છે. આ જ શક્તિઓ સમાજની તાકાત બનતી હોય છે. ભલે મોડા પડ્યા, પણ દિશા સાચી છે. રસ્તો સાચો છે, શિક્ષણના જ રસ્તે સમાજનું કલ્યાણ શક્ય બનશે. મને ખુશી છે કે લોકોએ ભેગા મળીને ભવિષ્યની ચિંતા કરી છે. કળીયુગમાં સંગઠન જ મોટી શક્તિ છે. સમાજ સંગઠિત હોય તો સારું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારે વ્યક્તિગત રીતે સમાજનું ઋણ ચૂકવવુ છે, સમાજનો આભાર માનવો છે. આ જ સમાજનો દીકરો ગુજરાતમાં લાંબામાં લાંબો સમય મુખ્યમંત્રી રહ્યો હોય, બીજીવાર દેશનો પ્રધાનમંત્રી બન્યો હોય. આટલો લાંબા ગાળામાં જવાબદારી વચ્ચે ઋણ સૂચવવા પડે કે સમાજની કોઈ વ્યક્તિ મારી પાસે કામ લઈને આવી નથી. સમાજે મને આ રીતે તાકાત આપી છે. મારું કુટુંબ પણ મારાથી જોજનો દૂર રહ્યું છે. તેના કારણે સમાજને જે આપણે નડ્યા નહિ, તેમ મારે પણ કોઈને નડવુ ન પડ્યું. 


આ પણ વાંચો : PM Modi નો દેશી લહેંકો,ઓ..હોં...હોં..હોં...'એંહ...કેસરિયો સાગર હિલ્લોળા લઇ રહ્યો છે'


તેમણે સંબોધનમાં કહ્યુ હતું કે, મારા માટે સમાજની વચ્ચે આવવું અને સમાજના આશીર્વાદ લેવા એ ધન્ય ઘડી છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે અહીં ખાતમુહૂર્ત કરવા આવ્યો હતો ત્યારે પણ નરહરિભાઈ અહીં હતા, કેમકે તેઓ આપણા પાડોશી છે. નાનકડા સમાજના લોકો માટે આ એક મોટું ભગીરથ કામ હતું. હું તમામને એના માટે અભિનંદન આપું છું. ભલે કામ સમયસર ન થયું પણ આખરે પૂર્ણ થયું. આજે એ જ સમાજ આગળ આવ્યો છે, જેઓએ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. 



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કર્યું. મોઢ વણીક મોદી મોદી જ્ઞાતિ મિલ્કત ટ્રસ્ટ તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંકુલ છે. 20 કરોડના ખર્ચે આ ભવન તૈયાર કરાયું છે. 13 માળની ઇમારતમાં ગેસ્ટ રૂમ, કિચન, ડાઇનિંગ હોલ, 2 ગેસ્ટ રૂમ અને 116 હોસ્ટેલ રૂમની વ્યવસ્થા છે. 


ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં વિકાસ કાર્યોથી જનતાને આકર્ષવાની ભાજપની પહેલેથી સ્ટ્રેટેજી રહી છે. પોતાના ગુજરાતના દરેક પ્રવાસમાં PM મોદી ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ આપે છે. ત્યારે 3 દિવસ માટે PM મોદી ગુજરાતના પ્રવાસે છે. 3 દિવસમાં ગુજરાતની જનતાને 5 હજાર કરોડથી વધુની ભેટ આપશે. PM મોદીનો ગુજરાતમાં 3 દિવસ મેગા પાવર શો જોવા મળશે. આ 3 દિવસના પ્રવાસમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પર PMનું ફોકસ રહેશે. વડાપ્રધાન આ સભા દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ કરશે એ પણ સત્ય હકીકત છે.