ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કોંગ્રેસ દ્વારા ગૃહમાં 300 યુનિટ સુધી વીજ બીલ માફ કરવા અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ ખેડૂતના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવાયો
કનુભાઈ દેસાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજબિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજબિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે .


250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી
કનુભાઈ દેસાઈએ પેટા પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું હતું કે, ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજ રેગ્યુલેટરિટીના નિયત કરેલા દર મુજબ જ વીજળીની ખરીદી કરવામાં આવે છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10 ટકા હતો જેને  વર્ષ 2012માં ઘટાડીને 7.50 ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી.


સરકારે ગ્રાહકોના હિતમાં વર્ષ 2006માં 20 ટકા
જ્યારે શહેરી વિસ્તારમાં અગાઉની સરકારમાં વર્ષ 1980માં 40 ટકા વીજ કર વસૂલવામાં આવતો હતો, જે અમારી સરકારે ગ્રાહકોના હિતમાં વર્ષ 2006માં 20 ટકા અને વર્ષ 2012માં તેમાં પણ ઘટાડો કરીને 15 ટકા કરવામાં આવ્યો છે.


સરકાર વીજબીલમાં ખેડૂતોને રાહત આપે છે
મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 26637 ખેડૂતોને વીજ બીલમાં વાર્ષિક 1.67કરોડની રાહત મળી છે. પાટણ જિલ્લામાં તા. 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 13109 ખેડૂતોને વીજ બિલમાં વાર્ષિક 6.05 કરોડની રાહત આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 162325 ખેડૂતોને વીજબિલમાં વાર્ષિક 16.90 કરોડની ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવી છે.