વિરલ પટેલ, અમદાવાદઃ આમ કહીએ તો જેમ માતા-પિતાનો કોઈ એક દિવસ નહીં હોતો તેના 365 દિવસ હોય છે, તેમ માતૃભૂમિ પર ગૌરવ લેવાનો કોઈ એક દિવસ ન હોય પરંતું 365 દિવસ માતૃભૂમિ પર ગૌરવ કરવાનું હોય. પરંતું 1 લી મેનો દિવસ દરેક ગૌરવવંતા ગુજરાતી માટે ગર્વનો દિવસ છે.1 લી મે  વર્ષ 1960ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ... ગુજરાતની સ્થાપના માટે 'મહાગુજરાત આંદોલન' નો મોટો ફાળો છે તે સૌ જાણે છે પરંતું ઘણા ઓછા લોકોને ખબર હશે કે 'ખાંભી સત્યાગ્રહ' થકી મહાગુજરાત આંદોલનને વેગ મળ્યો અને તે થકી આજે આપણે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી શક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાગુજરાત આંદોલનની શરૂઆત
1 લી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ.... આઝાદી બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર સંયુક્ત રાજ્ય હતું જે બૃહદમુંબઈના નામથી ઓળખાતું. આ દિવસે બૃહદમુંબઈમાંથી અલગ પડી ગુજરાત રાજ્ય અલગ બન્યું. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો સરળતાથી નથી મળ્યો તેના પાછળ સંઘર્ષની કહાની છે અને તે હતું મહાગુજરાત આંદોલન.. મહાગુજરાત આંદોલન આટલું સફળ રહ્યુ તેના માટે ખાંભી સત્યાગ્રહનો મોટો ફાળો રહ્યો છે. મહાગુજરાત આંદોલનનો ઈતિહાસ ખાંભી સત્યાગ્રહથી શરૂ થાય છે.

ખાંભી સત્યાગ્રહમાં અનેક યુવાનોની શહીદી વ્હોરી
ભારતમાં આઝાદી બાદ ભાષાઓના આધારે રાજ્યોની રચના કરાઈ હતી. ગુજરાત બૃહદમુંબઈનું એક ભાગ હતું. ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલતા હતા જેથી ગુજરાતી ભાષા બોલનારને અલગ રાજ્ય મળે તેવી માગ ઉઠી હતી. વર્ષ 1956માં નાના પાયે આંદોલનની શરૂઆત થઈ ગઈ. ઈન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા સહિતના આગેવાનોએ આંદોલનની શરૂઆત કરી, આંદોલને ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કર્યુ. કોલેજના વિદ્યાર્થીઓએ 7મી ઓગસ્ટે વર્ષ 1956ના દિવસે કોંગ્રેસ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓને રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓ હાથમાં પુસ્તક લઈ રજૂઆત કરવા પહોંચ્યા પરંતું સામે છેડે હાથમાં રાઈફલ હતી. વિદ્યાર્થીઓ પર ગોળીઓનો વરસાદ કરાયો. ગોળીબારમાં

બૃહદમુંબઈમાંથી ગુજરાત અલગ પડ્યું
ભારતમાં ભાષાના આધારે રાજ્યોની રચના કર્યા બાદ ગુજરાત બૃહદમુંબઈ રાજ્યનો એક ભાગ હતું. પરંતુ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલતા લોકો માટે એક અલગ રાજ્યની માગ કરી રહ્યાં હતા. પરંતુ સરકારે મહારાષ્ટ્ર-ગુજરાતને ભેગા કરીને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. માટે 1956માં જ નાના પાયે આંદોલનની શરૃઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિાક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૃઆત કરી પછી આંદોલને મોટું સ્વરૃપ ધારણ કર્યું અને છેવટે મહાગુજરાત આંદોલન તરીકે પ્રસિદ્ધિ પામ્યું. સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા.

ખાંભી સત્યાગ્રહ બન્યું ઉગ્ર
વિદ્યાર્થીઓ પર થયેલી ગોળીબારની ઘટનાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો... કોંગ્રેસના દિગ્ગજ નેતા મોરારજી દેસાઈ જ્યારે અમદાવાદમાં આવ્યા ત્યારે લોકોએ સ્વયંભૂ કર્ફ્યૂ પાળીને મોરારજી દેસાઈ સામે વિરોધ નોંધાવ્યો. ઈન્દુચાચા સહિતના આગેવાનો વિદ્યાર્થીઓની શહિદીથી દુ:ખી હતા.  ઈન્દુચાચાએ તે સમયે કોંગ્રેસ ભવનના પ્રાંગણમાં સ્મારક બનાવવાની જાહેરાત કરી જે માટે અન્ય યુવાનોને કામગીરી સોંપાઈ. કડિયાનાકામાંથી ધ્રાંગધ્રાની ઘંટીના પથ્થરો મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યું હતું. 7 ઓગસ્ટ 1958ની રાત્રિએ યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવનમાં બહાર આવેલા ઓટલાને તોડી નાખી દીધી. બીજા દિવસે 8મી ઓગસ્ટે હજારો લોકોની હાજરીમાં ઈન્દુલાલ યાજ્ઞિકે ત્યા ખાંભી ગોઠવી દીધી. યુવાનોએ ત્યા ચણતર કરી દીધું અને ત્યારબાદ આ સત્યાગ્રહને 'ખાંભી સત્યાગ્રહ' નામ અપાયું. ગુજરાત રાજ્યના ઈતિહાસમાં 'ખાંભી સત્યાગ્રહ'ને ક્યારેય ભૂલી શકાશે નહીં...


61મો સ્થાપના દિવસઃ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જાણો ઈતિહાસ અને વર્તમાન 

મહાગુજરાત આંદોલનને મળી મજબૂતી
ખાંભી ગોઠવાઈ જવાથી આંદોલનકારીઓમાં સતત જુસ્સો વધતો ગયો. બીજીતરફ સરકારે રાતોરાત સ્મારક ત્યાથી હટાવી દીધુ હતું.  તે સ્મારક ત્યા નથી પરંતું ત્યારબાદ નવું સ્મારક બનાવવામાં આવ્યું. આ ઘટનાક્રમ બાદ મહાગુજરાત આંદોલનને વેગ મળ્યું અને લોકો જોડાયા.  226 દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યું જેના કારણે મહાગુજરાત આંદોલનને મજબૂતી મળી. મહાગુજરાત આંદોલન સામે સરકાર ઝૂકી અને બે વર્ષ બાદ 1960માં ગુજરાતને બૃહદ મુંબઈથી અલગ કરવામાં આવ્યું.

યુવાનોની શહીદી ક્યારેય ભૂલાશે નહીં
ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ ભલે મહાગુજરાત આંદોલનનો ફાળો ગણાય પરંતું વર્ષ 1956માં શરૂ થયેલા ખાંભી સત્યાગ્રહથી મહાગુજરાત આંદોલનને હવા મળી. અનેક નવલોહિયા યુવાનો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને સરકારની જાણ બહાર ખાંભી ઉભી કરી.  આ પ્રયાસો થકી લોકોના હ્રદયમાં વસેલી લાગણીઓને વાચા મળી. આ સત્યાગ્રહ 226 દિવસ સુધી ચાલ્યો. ખાંભીના ઉપયોગના કારણે આ સત્યાગ્રહ 'ખાંભી સત્યાગ્રહ' નામથી જાણીતું થયું. નવલોહિયા યુવાનોના સખત પરિશ્રમના કારણે આજે આપણે ગુજરાતનો સ્થાપના દિવસ મનાવી શકીએ છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube