ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું

Prashakti Party : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા... નવી રાજકીય પાર્ટીની કરી જાહેરાત... અમદાવાદના અડાલજમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું કર્યું ઉદઘાટન
Gujarat Politics : ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આપ બાદ નવા રાજકીય પક્ષની એન્ટ્રી થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે જોડાયેલા આગેવાનો દ્વારા નવી પ્રજા શક્તિ પાર્ટી બનાવવામાં આવી છે. ત્યારે ગત રોજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઓપનિંગ કરાયું હતું. જેમાંપાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ પરમારે પદ ગ્રહણ કર્યું. તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહીત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકારણમાં સક્રિય થયા છે. અમદાવાદના અડાલજમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘટન પ્રસંગે રાજકીય પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે પક્ષો આવવાના અને જવાના છે. જે જનતા પાર્ટી 1970 માં સરકાર લાવી, કયા છે એ પાર્ટી? કયા છે એ પાર્ટીઓ? પરંતુ જાહેર જીવનમાં કેવા લોકોના હાથમાં સુકાન છે એ મહત્વનું છે. ક્યારે શું હશે એ કલ્પના હોય, વહીવટની કલ્પના હોય. અમે લોકો જાહેર જીવનમાં ડબલું ફૂટવા નથી આવ્યા, MP MLA બનવા નથી આવ્યા, પરંતુ લોકો ટુંકા મનના લોકો જેને ઇતિહાસની ખબર નથી, એ લોકોને શું ખબર. પાર્ટીના હાથમાં છે કે પ્રજાને જીવતી રાખવી, ડરમાં રાખવી, મજા કરાવવી કે મોંઘવારીમાં રાખવી! પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે, મેરીટ વારા લીડરને પૂરો કરવાનું ચાલે છે. જે પાર્ટી પોતાની પાર્ટીઓના અંદરના લોકોનું અહિત કર્યું છે અને પોનજી સ્કીમ વાળાને ટોપી પહેરાવવાની અને બુટલેગરને સ્ટેજ પર પગે લાગવાનું. બાપુએ તેમના પાર્ટીના કાર્યકરોને કહ્યું કે મરી ગયેલી પ્રજા છે અને તમે મારશો? પોલીસ, કોર્ટ, અધિકારીઓ મારશે, તમે એને ના મારશો, એને ના છેતરશો.
આ ઉપરાંત તેમણે કહ્યું જે લોકો 'ખરાબ' હોય તે તેમની પાર્ટીમાં ન આવે. આવા લોકોને ભેગા કરવા માટે આ પાર્ટી બનાવવામાં આવી નથી. તેમણે લોકોને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું અને બદલામાં શક્તિ આપવાનું વચન આપ્યું હતું.
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાવાઝોડા જેવી સિસ્ટમ થઈ એક્ટિવ
પાર્ટી કાર્યાલયના લોન્ચિંગ સમયે નવા પ્રદેશ પ્રમુખ રાજવી રિદ્ધિરાજસિંહ પરમારે જણાવ્યું કે, થર્ડ ફોર્સ તરીકે ગુજરાતમાં અમે આવી રહ્યા છીએ. વિકલ્પ તરીકે અમે ગુજરાતમાં લોકો વચ્ચે જઈશું. ક્ષત્રિય માટેની જે આ પાર્ટી નથી પણ બધા સમાજના લોકોને અમારી સાથે જોડીને અમે ચાલીશું. ૨૦૨૦ માં શંકરસિંહ વાઘેલાના આદેશથી અમે પાર્ટી રજિસ્ટર કરાવી છે. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ અમે લડીશું. અમારા એજન્ડા નક્કી થઈ ગયા છે. લોકો કહે છે કે અમે બી ટીમ છીએ પણ અમે બાપુની બી ટીમ છીએ. અમારી પાર્ટીમાં કોઈ હાઈકમાન્ડ નથી, પણ અમારી પાર્ટી જે નિર્ણય લેશે.
ગાંધીનગરના અડાલજ ખાતે પાર્ટી કાર્યાલય નજીક ભવ્ય જાહેર સભા યોજાઈ હતી. જ્યાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિદ્ધિરાજસિંહ પરમારે કહ્યું કે, રાજવી પરિવારો સૌથી વધુ ગુજરાતમાં જે હતા અને પ્રજા સાથે જોડાયેલા હતા આજે પણ આ જ ઉદ્દેશ્ય છે. પબ્લિક જુદી પડતી જાય છે અને એમને જોડવા માટેનો અમારો પ્રયાસ રહેશે. અસ્મિતા સંમેલનમાં હાજર હતા ત્યારે કહ્યું હતું કે રાજકારણમાં જોડાઈશું નહીં. એ મંચ પર બધાને સાથે લઈને ચાલવાની વાત હતી પણ અહીંયા આ સ્ટેજ રાજકીય છે અને અહીંયા પણ રાજપૂત સમાજ માટે કામ કરીશું જ.
પક્ષ બદલતા શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પર એક નજર કરીએ તો, 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી.
દેખો અપના દેશ! વિદેશમાં વસતા ભારતીયો ભારત ભ્રમણે નીકળ્યા, ફરતા ફરતા ગુજરાત આવી પહોંચ્યા