ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
Vijay Rupani In Delhi : ભાજપ સંગઠનમાં થઈ રહેલા મોટા ફેરફાર અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીમાં મોટી જવાબદારી સોંપાઈ છે... દિલ્હીમાં ભાજપને જીતાડવા કામ કરશે રૂપાણી
Gujarat Politics : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પદ પરથી હટાવ્યા બાદ તેઓ લગભગ સાઈડલાઈન થઈ ગયા હતા. પરંતુ હવે વિજય રૂપાણી ફરી ભાજપમાં પિક્ચરમાં આવ્યા હતા. તાજેતરમાંજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગી માટે ભૂતપૂર્વ CM વિજય રૂપાણીએ મોટી જવાબદારી નિભાવી હતી. તેમને ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરાયા હતા. ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજકીય કદ વધ્યું છે. તેઓને ફરીથી ભાજપમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીથી મળતા અપડેટ અનુસાર, ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત બને તે માટેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપ સંગઠનને મજબૂત બનાવવા કમર કસી
ભાજપના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ સંગઠનમાં ન માત્ર ગુજરાત સ્તર પર, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ મોટા ચેન્જિસ થવાના છે. ભાજપ દ્વારા દેશભરમાં સંગઠન રચનાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પક્ષે સંગઠન સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ કમળ ખીલવવા માટે કમર કસી છે. ભાજપનું હવે મોટું ફોકસ દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે. દિલ્હીમાં ભાજપની જીત માટે માઈક્રો પ્લાનિંગ કરવાની જરૂર છે, તો જ આપનો ગઢ તોડી શકાય છે. આ માટે ભાજપે અનેક નેતાઓને કમાન સોંપી છે.
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાવાઝોડા જેવી સિસ્ટમ થઈ એક્ટિવ
પૂર્વ મુખ્યમંત્રીને મોટી જવાબદારી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પિક્ચરમા આવી ગયા છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત બને તે માટેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીમાં ગુજરાત પેટર્નથી કમળ ખીલવવા માટે બૂથ લેવલથી કામ કરવાની જરૂર છે, જેના માટે વિજય રૂપાણીને મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયા, રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને ધારાસભ્ય અમિત ઠાકરને પણ જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું