ગાંધીનગર: ગુજરાતમાં ઘણા વર્ષોથી દારૂબંધીનો કાયદો લાગૂ છે. પરંતુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાધેલાએ દારૂને લઇને ચોંકાવરું નિવેદન આપ્યું છે. પૂર્વ સીએમ શંકર સિંહ વાઘેલાએ કહ્યું કે તે યુવાવસ્થામાં દારૂનું સેવન કરતા હતા. એટલું જ નહી તેમણે પોતાના પિતા વિશે કહ્યું કે તેમના પિતા જ તેમને પોતાની સાથે બેસાડીને દારૂ પીવા માટે પ્રેરિત કરતા હતા. જોકે 77 વર્ષના થઇ ચૂકેલા શંકર સિંહ વાઘેલાએ એમપણ કહ્યું કે સાર્વજનિક જીવનમાં આવ્યા પછી તેમણે દારૂનું સેવન છોડી દીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનસત્તાના અહેવાલ અનુસાર શંકર સિંહ વાધેલાનો આ વાત સ્વિકાર એટલા માટે ચોંકાવનારી વાત છે કારણ કે ગુજરાતમાં 1948થી દારૂબંધીનો કાયદો છે. જોકે તે સમયે ગુજરાત, બોમ્બેનો ભાગ હતું. પરંતુ જ્યારે 1960માં ગુજરાત બોમ્બેથી અલગ થયું ત્યારે પણ આ કાયદો ગુજરાતનો લાગૂ રહ્યો. જ્યારે 1940માં જન્મેલા શંકર સિંહ વાઘેલાના અનુસાર તે વર્ષ 1969માં સાર્વજનિક જીવનમાં આવ્યા હતા. એટલે કે રાજ્યમાં દારૂબંધી હોવાછતાં 29 વર્ષની ઉંમરમાં તે દારૂનું સેવન કરતા હતા. 


શંકર સિંહ વાઘેલાએ આ વાત દ્વારકામાં આયોજિત એક મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કહી હતી. તેમણે ત્યાં કહ્યું હતું એક માણસના જીવનમાં સાદગી હોવી જોઇએ. ત્યારબાદ પોતાનું ઉદાહરણ આપતાં તેમણે અહીં કહ્યું હતું કે તે યુવાવસ્થામાં દારૂનું સેવન કરતા હતા, તેમના પિતા પોતે તેમને પોતાની પાસે બેસાડીને દારૂ પીવા માટે પ્રેરિત કરતા હતા.


તમને જણાવી દઇએ કે છ વખત સાંસદ રહી ચૂકેલા શંકર સિંહ વાઘેલા ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓનું નેતૃત્વ કરી ચૂક્યા છે. શંકર સિંહ વાઘેલા 1966 થી 1997 દરમિયાન મુખ્યમંત્રી રહ્યા હતા. ગત વર્ષે રાજ્યસભાની ચૂંટણીમાં શંકર સિંહ વાઘેલા પર સદનમાં ક્રોસ વોટીંગના આરોપ લાગ્યા હતા, જોકે તેમણે આ વાતને નકારી કાઢી હતી. 


વર્ષ 2017માં ગુજરાતની ચૂંટણી વખતે શંકર સિંહ વાઘેલા અને કોંગ્રેસના સંબંધોમાં ખૂબ કડવાશ આવી ગઇ હતી. ત્યારબાદ શંકર સિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે કોંગ્રેસે તેમને પાર્ટીમાં નિકાળી દીધા છે પરંતુ તે સન્યાસ લેવાના મૂડમાં નથી. કોંગ્રેસનો સાથે છોડ્યા બાદ શંકર સિંહ વાઘેલાએ કહ્યું હતું કે તે પોતાનું સંગઠન 'જન વિકલ્પ પાર્ટી'ની રચના કરશે.