Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : માંડવી મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણી ઉર્ફે મંગલદાદાનું નિધન થયું છે. ધનજીભાઈ સેંઘાણી વિવિધ સામાજિક, રાજકીય અને સહકારી ક્ષેત્રે દબદબો ધરાવતા હતા. લકવાના હુમલા બાદ ટૂંકા ગાળાની સારવાર બાદ તેમનું નિધન થતા સ્થાનિક સ્તરે શોક વ્યાપી ગયો છે. તો નિકટના લોકોમાં ભારે શોકની લાગણી પ્રસરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે ધનજીભાઈ માંડવીમાં ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેમને શ્રધ્ધાંજલિ અર્પી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ટ્વીટમાં શોક વ્યક્ત કરતા લખ્યું કે, માંડવીના ભૂતપૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીના અવસાનના સમાચારથી દુઃખ થયું. ઈશ્વર તેમના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના…ૐ શાંતિ….!!


દેશમાં પહેલીવાર ગુજરાત લાવ્યું ઈ-નોટરી સિસ્ટમ, ડોક્યુમેન્ટમાં ખોટું થશે તો પકડાઈ જશો


માંડવી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને વિવિધ સામાજિક, રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ભારે દબદબો ધરાવતા નિ:સ્વાર્થી, નિખાલસ, રાજકીય પ્રતિબિંબ ધરાવતા ધનજીભાઈ ગોવિંદ સેંઘાણી ઉર્ફે મંગલદાદાનું ટુંકી બીમારી બાદ નિધન થતા સમગ્ર ગઢશીશા પંથક તથા પાટીદાર સમાજ અને રાજકીય ક્ષેત્રે ભારે શોકની લાગણી ફેલાઈ છે. થોડા સમય પૂર્વે લકવાના હુમલા (પેરાલીસીસ) બાદ ટુંકા ગાળાની સારવાર બાદ અવસાનના સમાચાર ફેલાતા તેમના નિકટના લોકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.


વાઈબ્રન્ટ ગુજરાતનું મેનુ નક્કી! વિદેશી મહેમાનો જિંદગીમાં નહિ ભૂલે તેવુ ભોજન પીરસાશે


માંડવી તાલુકાના નાના એવા રાજપર ગામ ખાતેથી સમાજના પ્રમુખ, ગ્રામ પંચાયતના સરપંચ, સહકારી મંડળીના હોદાઓ તથા ગઢશીશા પંચગંગાજી તિર્થ સ્થાનના વિકાસમાં મહત્વની ભૂમિકા સાથે ગઢશીશા વિસ્તાર સમૂહલગ્ન સમિતિમાં પણ પ્રશંસનીય કામગીરી કરી હતી. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી કાળમાં માંડવી વિસ્તારના ધારાસભ્ય પદે ચૂંટાઈ માંડવી તાલુકાના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પક્ષના સંગઠનમાં પણ મહત્વના હોદા તેમજ કિશાન સંઘમાં કાર્યરત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ સભા તા. 6/1નાં સાંજે 3થી 5 રાજપર ખાતે યોજાશે.


ગુજરાતમાં સીધા અડધા ભાવે મળશે ગેસનો સિલિન્ડર, આ પરિવારોને મળશે તેનો સીધો લાભ