Gujarat Lok Sabha Exit Poll Result: હવે EXIT POLLના આંકડા સામે આવી રહ્યા છે. ZEE 24 કલાક પર જુઓ ગુજરાતમાં લોકસભાની કઈ સીટ પર કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. વિપક્ષે એવી કઈ બેઠકો પર ભાજપને મજબૂત ટક્કર આપી છે. તે સૌથી પહેલાં ZEE 24 કલાક સટીક EXIT POLL માં દેખાડી રહ્યા છીએ. જુઓ ZEE 24 કલાક પર જુઓ EXIT POLL લાઈવ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં વિપક્ષે 6 બેઠકો પર ભાજપને મજબૂત ટક્કર આપી હોવાનું EXIT POLL માં જણાવી રહ્યા છે. ગુજરાતની 6 સીટ પર ભાજપની મોટી લીડ વિપક્ષ કાપશે. જી હા... ગુજરાતમાં કોંગ્રેસ બનાસકાંઠા, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ અને ભરૂચમાં ભાજપને હંફાવ્યા છે અને જોરદાર ટક્કર આપી છે. બેઠક દીઠ વાત કરીએ તો બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ભાજપને જોરદાર ટક્કર આપી છે. જ્યારે આણંદમાં અમિત ચાવડાએ, સુરેન્દ્રનગરમાં તો ઋત્વિક મકવાણાએ ભાજપને મહાટક્કર આપી છે.



તેવી રીતે જામનગરમાં કોંગ્રેસના જે. પી. મારવિયાએ ભાજપના ઉમેદારને જોરદાર ટક્કર આપી છે. જૂનાગઢમાં હીરાભાઈ જોટવા અને ભરૂચમાં ચૈતર વસાવાએ પણ ભાજપને મજબૂત ટક્કર આપી છે પરંતુ તેઓ જીતશે નહીં. 


મહત્વનું છે કે, EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનના સૂપડા સાફ થઈ થશે. EXIT POLL પ્રમાણે કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે. ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ થતું દેખાઈ રહ્યું છે. ભાજપ સુરત સીટ બિનહરીફ જીત્યા બાકીની 25 પણ ભાજપને મળશે. 2014 અને 2019 બાદ 2024માં પણ મિશન 26 સાકાર થશે. EXIT POLL પ્રમાણે PM મોદી માટે જનતાએ મતદાન કર્યું.