અંબાલાલ પટેલની ઘાતક આગાહી : ગરમી પહેલા ફેબ્રુઆરીમાં થશે કંઈક મોટું, મોટો પલટો આવશે
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં ખેડૂતો માટે કરી આગાહી... આ મહિનામાં પવનની ગતિ વધુ રહેશે... ભારે પવનથી આંબાનો મોર ખરી જાય તેવી શક્યતા...
Gujarat Weather Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઠંડી અને કમોસમી વરસાદ હવે ગરમીની આગાહી આવી ગઈ છે. ગણતરીના દિવસોમાં જ હવે ગરમી દસ્તક આપશે. ત્યારે આ વખતની ગરમી કેવી રહેશે તે જાણવાની લોકોને તાલાવેલી છે. ત્યારે ગરમીને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 19-24 ફેરબુઆરીથી જ ગરમી શરુ થઇ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે. આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. 11 મેથી કાળઝાડ ગરમી પડશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલના હેલ્થ અપડેટ : ડોક્ટરે આપી આ માહિતી
તો તેમણે આગળ કહ્યું કે, મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. જો કે રાહતના સમાચાર એ છે કે, ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસુ સારું રહેશએ. અન નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસુ સારું જવાની ધારણા છે.
તો આ ફેબ્રુઆરીનો મહિનો કેરીના પાક માટે નુકશાનકારક હોવાનું આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે. તેમણે કહ્યું કે, સૂર્યનું રાશિ બ્રહ્મણ કુંભ રાશિમાં સાયન મીન રાશિમાં અને ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોતા માર્ચની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેશે. જેના કારણે આંબાના મોર ખરી પડે તેવી શક્યતા છે. પવનની ગતિ 15-24 km/h ની રહી શકે છે. જીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા છે. ઉભા કૃષિ પાકો વળી જવાની શક્યતા છે. આવામાં ખેડૂતોએ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે.
સુરતને નવુ ટાઈટલ આપવું પડશે! જ્યાં ડાયમંડ બુર્સ છે, ત્યાં રખડતા શ્વાનોનું રાજ