જાણીતા કલાકાર ભાસ્કર ભોજકને દાહોદમાં નાટક ભજવ્યા બાદ આવ્યો હાર્ટએટેક, તબીબોએ મૃત જાહેર કર્યાં
Heart Attack : હાર્ટ એટેકથી જાણીતા થિયેટર કલાકારનું મોત... મુંબઈમાં ભાસ્કર એલ. ભોજકને દાહોદમાં નાટક ભજવ્યા બાદ આવ્યો હાર્ટ એટકે... 39 વર્ષીય ભાસ્કર ભોજક અનેક સિરીયલ અને નાટકમાં કર્યું છે કામ
Dahod News હરીન ચાલીહા/દાહોદ : ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. ખાસ કરીને યુવાઓને પ્રાણ ભરખી રહ્યો છે. હવે તો ગરબા પ્રેક્ટિસ કરતા યુવકોને પણ હાર્ટએટેકથી મોત આવી રહ્યું છે. ત્યારે હૃદયરોગના હુમલાથી દાહોદમાં નાટક ભજવવા આવેલા મુંબઈના એક થિયેટરના કલાકારનું મોત નિપજ્યું છે. મુંબઈમાં રહેતા 39 વર્ષીય કલાકાર ભાસ્કર એલ.ભોજકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ભોજકનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે. ગઈકાલે દાહોદ ખાતે અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધી જંયતી નિમિત્તે એમ્ફી થિયેટરમાં નાટકનું આયોજન કરાવાયુ હતું. જેમાં મુંબઈથી આવેલા કલાકારોએ નાટક ભજવ્યુ હતું. ‘બે અઢી ખીચડી કડી’ નાટક ભજવાયુ હતું. નાટક પૂર્ણ થયા બાદ તમામ કલાકારો હોટલમાં ગયા હતા. જ્યા ભાસ્કર ભોજક નામના કલાકારને હોટલના રૂમમાં હૃદય રોગનો હુમલો આવ્યો હતો.
અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી : નવરાત્રિ પહેલા આ તારીખે ત્રાટકી શકે છે વાવાઝોડું
મુંબઈથી જાણીતા કલાકાર સંજય ગોરડીયા પોતાના ગ્રૂપ સાથે ‘બે અઢી ખીચડી કડી’ નાટક ભજવવા દાહોદ આવ્યા હતા. નાટક પૂર્ણ થયા બાદ ભાસ્કર ભોજકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. હૃદય રોગનો હુમલો થતા તેમની દાહોદની રિધમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, એકાએક કલાકારનું મોત થતા શોકનો માહોલ છવાયો હતો. ભાસ્કર ભોજપના મૃતદેહને મુંબઈ લઈ જવામાં આવ્યો છે.
હાર્ટ એટેકની Warning Sign
જો તમને તમારા શરીરમાં નીચે લખેલી કોઈપણ સમસ્યા છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને જરૂરી ટેસ્ટ કરાવો, કારણ કે તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
મોત દરિયામાં ખેંચી ગયું, વિઘ્નહર્તાની કારણે સુરતનો લખન 36 કલાક મોત સામે ઝઝૂમી આવ્યો
એકદમ જ નથી આવતો Heart Attack, દેખાવા લાગે છે આ લક્ષણો
હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. આપણા દેશમાં તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનું મુખ્ય કારણ બને છે, જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થાય છે હાર્ટ એટેક અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તેનાથી કેવી રીતે બચવું.
હાર્ટ એટેક અચાનક આવતો નથી, પરંતુ આ પહેલા આપણું હૃદય ઘણી સમસ્યાઓમાંથી પસાર થાય છે, જ્યારે સમસ્યા હાથમાંથી નીકળી જાય છે ત્યારે તે એક મોટો આંચકો મળે છે. હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર ઘણા સંકેતો આપે છે, જેને ઈગ્નોર ન કરવુ જોઈએ. હાલમાં જ મહિલાઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે મુજબ આપણું શરીર હાર્ટ એટેકના 4 અઠવાડિયા પહેલા ખતરાના સંકેતો આપે છે.
મોત દરિયામાં ખેંચી ગયું, વિઘ્નહર્તાની કારણે સુરતનો લખન 36 કલાક મોત સામે ઝઝૂમી આવ્યો