મહેલ જેવું છે રાજલ બારોટનું સાસરિયું! સાસરીવાળાએ ભાવિ વહુનું ભવ્ય સ્વાગત કર્યું
Rajal Barot Engagement : સગાઇ બાદ ગુજરાતની ગાયિકા રાજલ બારોટના કંકુ પગલાનો પ્રસંગ યોજાયો, રાજલ બારોટે પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો શેર
Gujarati Singer : ગુજરાતની ડાયરા ક્વીન રાજલ બારોટને કોણ નથી ઓળખતું. ગુજરાતની આ સૂરીલી ગાયિકાને એક સૂર પર ડાયરાની જમાવટ થાય છે. ત્યારે હાલમાં જ રાજલ બારોટની સગાઈના સમાચાર આવ્યા હતા. પિતાના મૃત્યુ બાદ બહેનોને સાસરીએ વળાવ્યા બાદ રાજલ બારોટે સગાઈ કરી છે. ગત મહિના રાજલ બારોટની સગાઈ અલ્પેશ બંભાણિયા સાથે થઈ છે. ત્યારે સગાઈ બાદ પહેલીવાર સાસરી ગયેલી રાજલ બારોટનું સાસરીવાળા દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતું. સગાઈ બાદ સાસરીમાં રાજલ બારોટની કંકુ પગલાની વિધિ યોજાઈ હતી. જેનો વીડિયો રાજલ બારોટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
સગાઈ બાદ સાસરીમાં રાજલ બારોટના કંકુ પગલા કરવામાં આવ્યા હતા. સાસરીવાળાઓએ ભાવિ વહુનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રાજલ બારોટે પણ ખૂબ જ ધામધૂમથી પોતાના સાસરિયામાં કંકુપગલાં કર્યા હતા. તેણે ભાવિ પતિ અલ્પેશ બંભાણિયા સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો. રાજલ બારોટે પોતાના હાથમાં બાળ ગોપાલ લઈને આવ્યા અને ત્યારબાદ પોતાના ઘરના ઉંબરે કળશ ઢોળીને કંકુ પગલાં પાડયાં હતાં અને ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીને પોતાના સાસરિયા પક્ષના તમામ સભ્યોના આશીર્વાદ લીધા હતા.
શું છે કંકુ પગલા વિધિ
ગુજરાતી પરંપરા પ્રમાણે કંકુ પગલા વિધિ છે, આ વિધિ પ્રમાણે સગાઇ નક્કી થઈ ગયા બાદ દીકરી પહેલીવાર પોતાના સાસરિયામાં ગૃહ પ્રવેશ કરે છે, તેને કંકુ પગલાં પાડવામાં આવે છે જેથી સાસરિયામાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનો વાસ થાય છે, કારણ ઘરની વહુ એ લક્ષ્મી સ્વરૂપ છે.
ગુજરાતની ડાયરા ક્વીન રાજલ બારોટની સગાઈના PHOTOs, બારોટ બહેનોએ લૂંટી લીધી મહેફિલ
કોણ છે રાજલ બારોટ
ગુજરાતનો આ પ્રખ્યાત ગાયક પરિવાર પાટણનો છે. રાજલ બારોટ જાણીતા લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. મણિરાજ બારોટને સંતાનમાં ચાર દીકરીઓ છે. તેમના પત્નીના નિધન બાદ તેમની ચારેય દીકરીઓ પિતા સાથે સુખેથી રહેતી હતી. પિતા તરફથી ચારેય દીકરીઓને સંગીતનો વારસો ભેટમાં મળ્યો છે.
ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, શુભ પ્રસંગની તસવીરો આવી સામે