ગુજરાતના ફેમસ હીલ સ્ટેશનમાં લોકોના આરોગ્ય સાથે ચેડા, વેચાતું હતું આવું ગંદુ ફૂડ
Health Department Raid : ગુજરાતમાં ભેળસેળ કરતા માફિયા સક્રિય બન્યા છે, ત્યાં હોટલ અને રેસ્ટોરન્ટ્સ પણ ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને ગંદકીભર્યો અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વેચે છે
Gujarat Hill Station Saputara : સાપુતારા એ ગુજરાતનું ફેમસ હીલ સ્ટેશન છે, જ્યાં મોટી સંખ્યામાં સતત પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે. આવા સમયે પ્રવાસીઓના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે સાપુતારાની હોટેલ અને રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં મોટી માત્રામાં અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. અખાદ્ય શાકભાજી, છાશ અને ગ્રેવીનો નાશ કરાયો હતો.
ડાંગ કલેકટર મહેશ પટેલ તથા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન અનુસાર ગિરિમથક સાપુતારાની હોટલો તથા રેસ્ટોરન્ટમાં પીરસાતા ખાદ્ય પદાર્થોની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સાપુતારા સ્થિત હોટેલ સુગર એન્ડ સ્પાઇસ, પતંગ, પુરોહિત, સ્ટાર હોલી ડે હોમ સહિત સાઈ બજાર સ્થિત વેજ, નોનવેજ ભોજન પીરસતા તમામ ઢાબા રેસ્ટોરન્ટ ઉપર, જાહેર જનતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી ગ્રાહકોને પીરસાતા ભોજન અને નાસ્તાની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
હવામાન વિભાગની મોટી આગાહી : ગુજરાતમાં આગામી 9 દિવસ ભારે વરસાદ તૂટી પડશે
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ ઇન્સપેક્ટર ચેતન પરમાર, અને કે.જે.પટેલને સાથે રાખી લોકોના આરોગ્ય માટે હાનીકારક અખાદ્ય શાકભાજી, છાસ, સબ્જીની તૈયાર ગ્રેવી વિગેરેનો સ્થળ ઉપર જ નાશ કરી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોટેલ, રેસ્ટોરન્ટ સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટમાં BRTS બસના ભાડામાં આજથી તોતિંગ વધારો, કેટલાક રુટ પર રીક્ષા કરતા પણ વધુ ભાડુ
તો બીજી તરફ, જામનગરના કાલાવડમાંથી નકલી ઘી બનાવતા ભેળસેળ માફિયાઓનો પર્દાફાશ થયો હતો. આ માફિયા સોયાબિન તેલ અને વનસ્પતિ ઘીમાંથી ઘી બનાવતા હતા. તો બનાસકાંઠાના ડીસાની GIDCમાંથી નકલી મરચું બનાવતી ફેક્ટરી ઝડપાતાં ચકચાર મચી ગઈ છે. જામનગરમાં કુલક્રિમ આઇશક્રિમ નામના બોર્ડ મારેલ મકાનાં હુશેનભાઇ હિન્દુસ્તાન ડેરી વાળા ભેળસેળ યુક્ત ધી બનાવતા હતા. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જામનગરના અધિકારીઓ સાથે SOG પોલીસે દરોડો પાડ્યો હતો. ગેરકાયદે રીતે સોયાબિન તેલ તથા વેજીટેબલ ધી મિક્ષ કરી અસલ ઘી બનાવતા બે આરોપી ઝડપાયા હતા. રૂપિયા 52 હજારની કિંમતનું 260 લિટર ભેળસેળ યુક્ત ઘી ઝડપી પાડવામાં આવ્યું છે.
ઉતાવળમાં રાજકોટ એરપોર્ટનુ ઉદઘાટન કરી દેવાયુ, ગુજરાતના જાણીતા લેખકે Videoથી આપી હકીકત