Gir Somnath ગીર સોમનાથ : ગુજરાતમાં નેતાઓ બાદ હવે કથાકારની જીભ લપસી છે. સ્વામીનારાયણ સંતોના વિવાદિત નિવેદનો બાદ હવે એક કથાકારના બોલ બગડ્યા છે. ગીર સોમનાથના ઉનામાં કથા દરમિયાન કથાકારના વિવાદિત બોલ થતા ઠાકોર સમાજ ભ ભડક્યો છે. સીમરધામમાં રાજુબાપુના વ્યાસાસને કથા ચાલી રહી હતી. ત્યારે પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે મહારાજના બોલ બગડ્યા હતા. ચોક્કસ સમાજના યુવાન સાથે લગ્ન કરવા પર બોલ્યા કથાકાર બોલ્યા હતા. જેથી કથાકારના નિવેદન સામે સમાજમાં રોષ વ્યાપી ગયો છે. વિરોધ થતા રાજુબાપુએ બાદમાં માફી માંગતો વીડિયો રજૂ કર્યો છે. જોકે, કથાકાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 


વિદેશમાં વસતા પાટીદારો માટે સમાજ કરશે આ મોટું કામ, પાટણમાં ફરી એક થઈને લેવાયો સંકલ્પ