Cadila News : ત્રણ વર્ષ પહેલા પત્નીને ડિવોર્સમાં 200 કરોડ આપીને ચર્ચામા આવેલા કેડિલા કંપનીના સીએમડી રાજીવ મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અમદાવાદની જાણીતી દવા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ તેમની પર્સનલ આસિસ્ટન્ટે જાતીય સતામણીની ફરિયાદ કરી છે. મૂળ બલ્ગેરિયાની યુવતીએ રાજીવ મોદી સામે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીની અરજીની પોલીસ સ્ટેશને નોંધ ન લીધી  
બલ્ગેરિયાની યુવતીની અરજીની સ્થાનિક પોલીસ સ્ટેશને નોંધ ન લેતા યુવતીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેણે કરેલી રિટ અરજીમાં સીએમડી વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ  પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી ફરિયાદ કરી છે. ત્યારે જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો છે. તેમજ યુવતીની અરજી પર વધુ સુનાવણી તારીખ 4 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. 


કમરતોડ મોંઘવારીમાં મોટી રાહત! ખૂલતા બજારે સીંગતેલના ભાવમાં થયો ઘટાડો


યુવતીની ફરિયાદ, મારી ફરિયાદ લેવાતી નથી
યુવતી દ્વારા અરજી કરવામાં આવી કે, તે મૂળ બલ્ગેરિયન નાગરિકત્વ ધરાવે છે અને તેણી ૨૦૨૨માં કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઇ હતી. સીએમડી સાથે તેને કંપનીના કામે ઉદયપુર, જમ્મુ સહિતના જુદા જુદા સ્થળોએ જવાનું થતુ હતું. સીએમડીએ તેણીને એટલે સુધી જણાવ્યું હતું કે, નોકરી કરવી હોય તો તેમાં બાંધછોડ પણ કરવી પડે. સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં પણ તેણીની સાથે અણછાજતું વર્તન કરતા હતા. કંપનીના સીએમડીની સાથે કંપનીના જ અન્ય એક ઉચ્ચ અધિકારી જોન્સન મેથ્યુ પણ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા છે. અરજદારે ફાર્મા કંપનીના સીએમડી અને આ અધિકારી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી. પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી. અરજદારે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ પણ ગુહાર લગાવી હતી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં તેણીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.


યુવકને બાઈક પર આગળ મંગેતરને બેસાડી રોમાન્સ કરવો ભારે પડ્યો, પોલીસે લીધું એક્શન


નીચલી કોર્ટના પણ દરવાજા ખખડાવ્યા
યુવતી દ્વારા એવુ પણ કહેવાયું કે, તેણે નીચલી કોર્ટમાં પણ અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી હતી. મહિલા એસપીએ તેનું નિવેદન નોંધ્યું હતું. તેના બાદ તેને કહેવામાં આવ્યું કે અરજી પાછી ખેંચી લે. મારો સામાન પાછો આપવાનું કહીને તેની પાસેથી સહીઓ કરાવીને તેને છેતરવામાં આવી હતી. 


ઠંડી શરૂ થતા જ કચ્છમાં ભૂકંપની સીઝન શરૂ થઈ, સતત બીજા દિવસે આવ્યો આંચકો