Kamabhai Viral : કીર્તિદાન ગઢવીના ડાયરામાં ડાન્સ કરીને ફેમસ થઈ ગયેલા કમાની દરેક વાત જાણવામા લોકોને રસ હોય છે. આવામાં કીર્તિદાનનો કમો એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર કીર્તિદાન ગઢવી અને કમાભાઈને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. લોકોએ કમાભાઈ સાથે સેલ્ફી પડાવવા પડાપડી કરી હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરનો માહોલ જોવા જેવો બની રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમા તરીકે જાણીતા થયેલા કમલેશભાઈ નકુંભ એટલે કમાભાઈ દુબઈના પ્રવાસે જવા નીકળ્યા છે. કમાભાઈ પણ કીર્તિદાન ગઢવીની સાથે દુબઈના પ્રવાસે જશે. ત્યારે કીર્તિદાન અને કમાભાઈને મળવા એરપોર્ટ પર લોકો ઉમટી પડ્યા હતા. લોકો કમાભાઈ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. કીર્તિદાન ગઢવીના ડાયરા બાદ કમાભાઈ લોકપ્રિય થયા છે. લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરામાં ડાન્સ કરીને કમાભાઈએ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી લીધી છે. 



અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચતા કીર્તિદાન ગઢવી અને કમાભાઈને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકો કમાભાઈ સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા. કીર્તિદાન ગઢવી અને કમાં સાથે zee કલાકે ખાસ વાતચીત કરી હતી. 



કેવી રીતે પોપ્યુલર બન્યો કમો
સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામનો દિવ્યાંગ કમો આજે ફેમસ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવતા જ લાખો લોકો કમાના ફેન બની ગયા છે. કમાને જોવા તો લોકોની ભીડ ઉમટે છે. કમાના ઠાઠ જોઈને તો સૌ કોઈ ચોંકી જાય છે. ત્યારે તમને થશે કે આ કમાભાઈ અચાનક આટલા ટ્રેન્ડમાં કેવી રીતે આવ્યા.



કમાનો ડાન્સ સૌનું દિલ જીતી લે છે 
ગુજરાત આખુ હાલ કમાને ઓળખતું થઈ ગયું છે તે માટેનો શ્રેય જાય છે લોક કલાકાર કીર્તિદાન ગઢવીને. કલાકાર કીર્તિદાન ગઢવીએ કમાને ફેમસ બનાવી દીધો છે. આજે તે કમાથી લઈને કમાભાઈ બની ગયો છે. આજથી થોડા મહિના પહેલાં કોઠારિયામાં શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં કમાએ એક ગીત પર ડાન્સ કર્યો હતો અને તે ડાન્સને યૂટ્યુબ પર શેર કરવામાં આવ્યો. જે બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. જે બાજ કમો લોક કલાકાર કીર્તિદાન ગઢવી સાથે અનેક કાર્યક્રમોમાં જોવા મળ્યો. માયાભાઈ આહિર, જીગ્નેશ કવિરાજ સહિતના કલાકારોના કાર્યક્રમમાં હાજરી આપીને લોકોનું દિલ જીતી લીધું. દિવ્યાંગ કમો આટલો ફેમસ થઈ જતાં તેને ખૂબ જ ખુશી થઈ રહી છે. હાલ તે યૂટ્યૂબમાં ખુબ ફેમસ છે અને લોકગીતોની રમઝટમાં કમાનો ડાન્સ પણ સૌને પસંદ આવે છે.