ઓર્ગેનિક ખેતીનું પરિણામ : ખેડૂતે તરબૂચને શેરડીનો રસ પાયો, અને પછી જે ઉગ્યું તે વિચાર પણ નહિ કરી શકો
Organic Farming : દોઢ વીઘા જમીનમાં કોડીનારના ખેડૂતે ટપક પધ્ધતિથી 400 લિટર શેરડીનો રસ પાઇને થતી તરબૂચની ખેતી, થઈ ગયા માલામાલ
Gujarat Farmers : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાકલ બાદ હવે દેશભરમાં ખેડૂતો જૈવિક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી કરીને મલબખ કમાણી કરી રહ્યાં છે. તેમાં ગુજરાતના ખેડૂતો પણ ઓછા નથી. ઓર્ગેનિક ખેતી કરીને ઓછા ખર્ચે લાખોનો ખર્ચો રળી શકાય છે તેવુ હવે ગુજરાતના ખેડૂતો સમજી ગયા છે. ત્યારે કોડીનારના ડોળાસાના એક ખેડૂતે જે કર્યું તે જાણીને તમે પણ વિચારમાં મૂકાઈ જશો. કોડીનાર તાલુકાના ડોળાસા ગામના ખેડૂતની ઓર્ગેનિક ખેતી કરવાની ચાહ અને તનતોડ મહેનત દ્વારા માત્ર દોઢ વીઘામાંથી તેણે પોણા બે લાખનું તરબૂચનું ઉત્પાદન મેળવ્યું છે.
ડોળાસાના ખેડૂત ચંદુભાઈ ઉકાભાઈ મોરીએ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કર્યો, આ પ્રયોગ એટલો સફળ થયો કે તેઓને લાખોની આવક થવા લાગી છે. ખેડૂત ચંદુભઆઈ બે વર્ષથી તરબૂચની ખેતી ઓર્ગેનિક રીતે કરે છે. આ માટે તેમણે તરબૂચને શેરડીનો રસ પાયો હતો. આ સાંભળીને તમને નવાઈ લાગશે, પણ આ સાચું છે. જેના બાદ મધ જેવુ તરબૂચ ઉગ્યું.
કચ્છની આન બાન શાનમાં વધારો : કચ્છના અંતિમ રાજાની મૂર્તિ ભવ્ય પ્રાગમહલમાં મૂકાઈ
ચંદુભાઈ મોરીએ રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને તિલાંજલિ આપી. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીથી તરબૂચનુ બિયારણ લઈ આવ્યા. પોતાના દોઢ વીધા જમીનમાં તેઓએ તરબૂચનું મબલખ ઉત્પાદન કર્યું છે.
શેરડીના રસનો પ્રયોગ કેવી રીતે કર્યો
આ નવતર પ્રયોગ વિશે તેઓ કહે છે કે, મેં દોઢ વીધા જમીનમાં વાવેલા તરબૂચમાં 400 લિટર શેરડીનો રસ પાયો. તરબૂચના પાકને ટપક સિંચાઈ પદ્ધતિથી શેરડીનો રસ આપવામાં આવ્યો. જેથી મધ જેવી મીઠા તરબૂચ નીકળ્યા. તરબૂચનું ફળ નાનું હોય તો પણ મીઠું લાગે છે માટે નવતર પ્રયોગ કર્યો છે.
માત્ર તરબૂચ જ નહિ, તેઓ હવે પોતાની અન્ય ખેતી પણ જૈવિક ખેતીથી કરે છે. જેથી જંતુનાશક દવાના ખર્ચ વગર સારું ઉત્પાદન મળી રહે છે. મરચા, બાજરીની ખેતીમાં પણ તેઓ આ રીતે જ પ્રયોગ કરી રહ્યાં છે.