સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢ (Jungadh) નજીકના કોયલી ગામે પ્રગતિશીલ મહિલા ખેડૂત ભાવનાબેન ત્રાંબડીયાએ બદલાતા સમય સાથે ઓર્ગેનિક ખેતી અને પશુપાલન થકી આવક બમણી કરીને સફળતા હાંસલ કરી છે અને હવે જ્યારે રક્ષાબંધન (Raksha Bandhan) નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ મહિલાએ ગાયના ગોબર (Dung) માંથી રાખડી બનાવી છે. એટલું જ નહીં પરંતુ ગાય પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ મહિલા રક્ષાબંધનના દિવસે પોતાના ગામમાં ગોબર (Dung) ની રાખડીનું વિતરણ પણ કરશે. ભાવનાબેનની આ અનોખી પહેલથી ગામની અન્ય મહિલાઓને પણ એક નવો હુન્નર અને રોજગારી (Employment) પણ મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનાબેન ત્રાંબડીયાને કોયલી ગામે ગૌશાળા આવેલી છે અને તેમની પાસે 37 ગીર ગાયો (Gir Cow) છે. ગૌશાળામાંથી નીકળતાં છાણ અને ગૌમુત્રનો પણ તેઓ પૂરેપુરો ઉપયોગ કરે છે. પોતાના ખેતરમાં જ તેઓ જીવામૃત અને ઘન જીવામૃત બનાવે છે, પોતાના ખેતરમાં ઉપયોગ તો કરે જ છે સાથે જે ખાતર વધે છે તેનું વેચાણ પણ કરે છે અને આ જ ગોબરના ઉપયોગથી હવે તેઓ રાખડી બનાવી રહ્યા છે. 

આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા


ગાયનું જે ગોબર (Dung) નીકળે છે તેને સૌ પ્રથમ સુકવીને તેને ચાળીને તેનો પાવડર બનાવવામાં આવે છે ત્યારબાદ તેને લોટની જેમ બાંધીને વિવિધ ડિઝાઈનના મોલ્ડમાં નાખવાથી એક ડિઝાઈન તૈયાર થાય છે જેને સુકવવામાં આવે છે. આ સુકાઈ ગયેલા ડિઝાઈનના મોલ્ડને કલર કરવામાં આવે છે અને પછી તેને અલગ અલગ રીતે શણગારવામાં આવે છે.  


આ રાખડી સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી રાખડી (Eco Friendly Rakhi) છે, રક્ષાબંધન (Raksha bandhan) ના દિવસે રાખડી પહેર્યા બાદ બીજા દિવસે કે થોડા દિવસો પછી તે રાખડીનું લોકો તુલસી ક્યારે વિસર્જન કરી દેતાં હોય છે, બજારની પ્લાસ્ટીકની રાખડી ફુલછોડને નુકશાન કરે છે. ત્યારે આ રાખડી ગમે ત્યાં વિસર્જીત કરવામાં આવે તો પણ તે ખાતર બની જાય છે અને ફુલછોડ કે પર્યાવરણ (Environment) ને કોઈ નુકશાન કરતી નથી. 


કોયલી (Koyali) ગામની મહિલાઓએ સાથે મળીને એક સખી મંડળની રચના કરી છે અને બપોરના સમયે પોતાના ઘરકામ પતાવીને મહિલાઓ ગોબરની રાખડી બનાવે છે. ભાવનાબેનની આ પહેલથી ગામની અન્ય મહિલાઓને નવો હુન્નર શીખવા મળ્યો સાથે રોજગારી પણ મળી છે. ગામની મહિલાઓ આ રાખડીનું 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીમાં વેચાણ કરવાની છે, રક્ષાબંધનના દિવસે ગાય પ્રત્યે લોકોને પ્રેમભાવ જાગે અને ખેડૂતો ગાય આધારીત ખેતી તરફ વળે તે માટે ગામની મહિલાઓ ગોબર રાખડીનું ગામમાં વિતરણ પણ કરવાની છે.


ભાવનાબેન ત્રાંબડીયા પશુપાલન અને ઓર્ગેનિક ખેતી (Organic Farming) થી લાખો રૂપીયાની કમાણી કરી લે છે અને હવે પોતાના પ્રથમ પ્રયત્નથી ગોબર (Dung) રાખડી બનાવે છે અને તેનું વેચાણ કરે છે, પ્રગતિશીલ મહિલા ખેડૂત તરીકે તેમનો આ પ્રયાસ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી (Organic Farming) તરફ વળવા લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube