પ્રેમલ ત્રિવેદી/પાટણ :ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેતીને લઈને કાઈને કાઈ વિશેષ મહત્વ અને ઉત્પાદન રહેલું હોય છે. તેવી જ રીતે પાટણમાં પણ શિયાળુ સીઝનમાં ગાજરને પણ પાટણ પંથકમાં એક આગવી ઓળખ સમું વાવતેર માનવામાં આવે છે. ગુજરાતથી માંડી મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે. ચાલુ વર્ષે સાલે ગાજરના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલુ સીઝનમાં પાટણ પંથકમાં પડી રહેલ ઠંડીની અસર પાટણના ગાજરના ઉત્પાદન પર પડી છે. ઠંડીમાં ગાજરનું સારું ઉત્પાદન મળતું હોવાથી ચાલુ સીઝનમાં સારી ઠંડી પડતા પાટણ પંથકની ઓળખ એવા ગાજરની આવકમાં મબલખ ઉત્પાદન જોવા મળી રહ્યું છે. ગાજરની ખેતી પર નજર કરીએ તો રૂની, હાંસાપુર, માતરવાડી સહિતના વિસ્તારોમાં સાડા આઠસો હેક્ટરમાં ગાજરની ખેતી કરવામાં આવે છે. પાટણના ગાજરની વાત કરીએ તો, આ ગાજર કલરમાં લાલ ઘટ તેમજ ટેસ્ટમાં વધુ મીઠું અને લાંબુ હોવાથી આ ગાજરની વિશેષ માંગ જોવા મળે છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તેમજ મુંબઈ સુધીના માર્કેટમાં પાટણના ગાજરની માંગ રહે છે. પણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ગાજરના ભાવમાં ઘટાડો જોવા મળતા ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યાં છે.


આ પણ વાંચો : દારૂના નશામાં મહિલાએ પોતાની જ જિંદગીનો દાવ કર્યો, ટ્રેન નીચે કપાયા એક હાથ અને પગ  


ગત વર્ષે 20 કિલો ગાજરનો ભાવ રૂપિયા 500 થી 700 હતો. પરંતુ ચાલુ વર્ષે ભાવમાં ઘટાડો નોંધાયો છે અને રૂપિયા 250 થી 300 સુધી રહેતા ખેડૂતોની હાલત દયનીય બની છે. 


ગાજરની વાવણી કરનાર ખેડૂત સુનીલભાઈ પટેલ કહે છે કે, હાલ ખેતરોમાં ગાજરના ઢગલે ઢગલા ખડકાઈ રહ્યા છે. મજૂરો દ્વારા ગાજરને જમીનમાંથી બહાર કાઢવામાં કામગીરી ચાલી રહી છએ. તેને એક મોટા ગ્લાઈડર મશીનમાં વોશ કરવામાં આવે છે. ત્યાર બાદ મજુરો પાણીના હોજમાં ગાજરને સાફસૂફ કરીને બોરીઓમાં ભરે છે. એક બોરીની વાત કરીયે તો, એક બોરી 50 થી 60 કિલો ગ્રામ વજનની હોય છે. જે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ભાવ ખૂબ જ નીચા છે. તેની સામે મોંઘા ભાવની ખેડ, બિયારણ અને મજૂરી કરી વાવેતર કરવામાં આવે છે. પણ ચાલુ સાલે ભાવ ખૂબ જ નીચા રહેતા મોટું નુકસાન પડી રહ્યું છે. ગત વર્ષે વીઘા દીઠ 150 થી 160 બોરી ગાજરનો માલ નીકળ્યો હતો. પણ ચાલુ વર્ષે 40 થી 50 બોરી નીકળે તેવી સંભાવના છે. 


ચાલુ વર્ષે ખેડૂતો પર એક બાદ એક પડતા પર પાટુ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં ભારે વરસાદ ને લઈ નુકશાન અને હવે ખેડૂતોએ ગાજરનું વાવેતર કર્યું, તો પોષણક્ષમ ભાવ ના મળતા દયનીય હાલત બનવા પામી છે.