Gujarat Flood : નર્મદા ડેમમાંથી અઢાર લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારમાં મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને કાંઠા વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો પાયમાલી તરફ જાય તેવી પરિસ્થિતિ પણ પેદા થઇ છે. નાંદોદ તાલુકાના ખેડૂતોની વાત કરીએ તો, નાંદોદના ધનપોર અને આજુબાજુના અન્ય ગામો મળીને લગભગ 10 ગામોની 500 એકર જમીનમાં આ પાણીની વિપરીત અસર થઇ છે. ડેમમાંથી છોડાયેલું પાણી 5 થી 10 ગામના ખેતરમાં ઘુસી જતા હજારો એકર કેળનો પાક નષ્ટ થયો હતો. જેને પગલે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોનું કેહવું છે કે અગાઉની ચોમાસાની સીઝનમાં કરજણ ડેમનું પાણી ખેતરમાં ભરાઈ જતા નુકશાની વેઠી હતી. તો આ વખતે નર્મદાનું પાણી બેક મારીને આવ્યું અને નુકશાની કરતુ ગયું છે. નાંદોદ તાલુકાના ખેડૂતોએ રોષે ભરાઈ જણાવ્યું હતું કે નર્મદા ડેમના અધિકારીઓ અચાનક વધુ પાણી છોડે છે, અધિકારીઓના આવા મનસ્વી વહીવટને લીધે કાંઠા વિસ્તારના ગામોના ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને નુકશાન થાય છે. હાલમાં અમારા ખેતરની ફેન્સીગ તૂટી ગઈ છે, મોટરો બળી ગઈ છે અને સિંચાઈનો સામાન તણાઈ ગયો છે. અમારી નુકશાનીનું યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે. નાંદોદ તાલુકાનાઆ ગામોમાં 500 એકર ખેતીમાં પાણી ભરાય જતા કરોડો રૂપિયા નું નુકશાન થયું છે. જોકે આ ગામ માં છેલ્લા 3 વર્ષ થી નર્મદા અને કરજણ ડેમના પાણી ખેતરોમાં ફરી વળે છે. તંત્ર દ્વારા નુકશાન બાબતે સર્વે કરવામાં આવે છે પણ યોગ્ય વળતર ચુકવાયું નથી અને આ વર્ષે ફરી ખેતરો માં પાણી ફરી વળ્યાં છે. કેળા, શેરડી, શાકભાજી જેવા પાકોમાં પાણી ફરી પારાવાર નુકશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ પાકમાં થયેલા કરોડોના નુકશાનને ભરપાઈ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. 


વગર વરસાદે અમદાવાદમાં પાણી ઘૂસે તે પહેલા તંત્ર જાગ્યું, નહિ તો ભરૂચવાળી થાત


તો બીજી તરફ, મહીસાગર નદીના પાણીના ઉતર્યા બાદનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તપાસ્યો. ZEE 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. જ્યાં જોવા મળ્યું કે, સિંધરોટ, ચોકારીપુરા, કોટના, શેરખી ગામમાં ભારે નુકસાની થઈ છે. ચોકારીપુરામાં પૂરના પાણીથી લોકોની ઘરવખરી પલળી ગઈ છે. ખાવાનું અનાજ પણ પલળી જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. ઘરમાં રહેલા ફ્રીજ, ટીવી, મશીન બધું પલળી ગયું છે. ઉભા પાકને નુકસાન થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. તંત્ર અને સરકાર પાસે વળતર માટે ગ્રામજનોએ કરી માગણી. 


વ્યાજે રૂપિયા આપીને યુવકોની કિડની કાઢી લીધી, ખેડામાં મસમોટા કિડની કૌભાંડનો પર્દાફાશ


મહીસાગર જિલ્લામાં મેઘો ભાદરવે ભરપૂર વરસ્યો છે. પાનમ નદી કાંઠાના કેટલાક ખતરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. નાવામુવાડા, ઘંટાવ, સાતતળાવ સહિત ગામોના 100 એકર ખેતરો બેટમા ફેરવાયા હતાં, ત્યારે ખેતરોની પરિસ્થિતિ કપરી બની છે. મકાઈ, કેળ, દિવેલા, ડાંગર, જુવાર સહિત ઘાસચારાને ભારે નુકશાન પહોંચ્યું છે. મોંઘાદાટ બિયારણ સહિત પાકો વરસાદી પાણીમાં તણાઈ ગયા છે. સ્થાનીક ખેડુતો ની માંગ સરકાર સર્વે કરી વળતર ચુકવે તેવી માંગ ઉઠી છે.