ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઈ માટે વધારાનું 2.27 મિલિયન એકર ફીટ પાણી મળશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી મારફતે ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 મિલિયન એકર ફીટ પાણીના સ્થાને આ વખતે 11.27 મિલિયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના કારણે આ વખતે ખેડૂતોને વધારાનું સિંચાઈનું પાણી મળશે. જેના કારણે ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે. તો આ વખતે રાજ્યમાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા છે તેવું જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 માર્ચે PM મોદી આવશે ગુજરાતના પ્રવાસે, અ'વાદમાં નિહાળશે ક્રિકેટ મેચ, જાણો કાર્યક્રમ


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી મળશે. આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 MAF પાણીના સ્થાને કુલ 11.27 મિલયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના પરિણામે આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ બનશે. 


મેટ્રોમોનિયલ સાઇટ પર તમે જીવનસાથી શોધો છો? વાંચી લો અમદાવાદની મહિલાનો ગજબનો કિસ્સો


વધુમાં તેમણે ઉમેર્યુ કે રાજ્યના જે ડેમોમા જૂથ યોજાનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે તેવું મંત્રીએ ઉમેર્યુ હતુ. રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં  પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.


'મહોબત સે દે રહા હું' કોડવર્ડથી રાજ્યમા ગેરકાયદેસર હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ