ઝી મીડિયા/બ્યૂરો : આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ એ ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ 2022-23નું રૂ. 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે.  2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. બીજી બાજુ નાણામંત્રી કનુભાઇ દેસાઇ બજેટ રજૂ કરવા આજે ખાસ બેગ લઇને વિધાનસભા પહોંચ્યા હતા. જે હાલ ભારે ચર્ચાનું કારણ બન્યું છે. સૌ કોઈ નાણામંત્રી કનુભાઇના હાથમાં લાલ રંગની બેગ કૂતુહલવશ જોઇ રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ લાલ રંગની બજેટ બેગ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારે તેમની લાલ રંગની બજેટ બેગ ખાસ આકર્ષણનુ કેન્દ્ર બની હતી. કારણ કે, આ બેગ પર વર્લી પેઈન્ટિંગ કરવામાં આવ્યુ હતું. સાથે જ પહેલીવાર કોઈ નાણામંત્રી આ પ્રકારની કલાત્મક બેગ લઈને બજેટ રજૂ કરવા પહોંચ્યા હોય તેવુ જોવા મળ્યું. બેગ સાથેની તસવીર ટ્વીટ કરતા નાણામંત્રીએ લખ્યુ હતુ કે, રાજ્યની અર્થવ્યવસ્થા સાથે રાજ્યની સાંસ્કૃતિક કળાને સૂચક રૂપે જોડતું નવું અભિગમ!


આજે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં જોવા મળેલી લાલ બેગની વાત કરીએ તો તે ખૂબ ખાસ છે. આ બેગ પર આદિજાતિ સંસ્કૃતિ અને કચ્છની ભાગીગળ કલાની ઝલક દેખાય આવી છે. ઉલ્લેખનીય છે કે હવે ટ્રેન્ડ બદલાઇ ગયો છે. હવે ગુજરાત બજેટમાં પણ પરંપરાગત બેગમાં બજેટના ડોક્યુમેન્ટસ લઇને કનુભાઇ દેસાઇ પહોંચ્યા હતા.


મહત્વનું છે કે, આજનું દ્રશ્ય જોઈને કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની યાદ આવી ગઈ હતી. તેઓ પણ બજેટમાં લાલ રંગની ‘ખાતાવહી’ લઇને તેઓ સંસદ ભવન પહોંચ્યા હતા. નાણામંત્રી કનુભાઇ દેસાઇના હાથમાં પણ આવી જ એક ફાઈલ જોવા મળી હતી. ત્યારબાદ ટ્વીટર પર અનેક નેતાઓએ તેની પ્રશંસા કરતી ટ્વીટ કરી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube