Gujarat 1st Phase Election 2022: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર આજે મતદાન, 788 ઉમેદવારોનું ભાવી EVMમાં થશે સીલ
Gujarat First Phase Election 2022: 1 ડિસેમ્બરે 19 જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. વિવિધ મતદાન મથકો પર EVM પહોંચાડવાની વહેલી સવારથી કામગીરી ચાલી રહી છે.
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. 1 ડિસેમ્બરે 89 બેઠક માટે મતદાન થશે 1 ડિસેમ્બરે પહેલા તબક્કામાં 2 કરોડ 13 લાખ મતદારો મતદાન કરશે. 19 જિલ્લામાં રાજકીય પક્ષો હવે પ્રચાર નહી કરી શકે. મતદાનના 48 કલાક પહેલાં પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. તમામ પક્ષોએ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. 1 ડિસેમ્બરે 19 જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. વિવિધ મતદાન મથકો પર EVM પહોંચાડવાની વહેલી સવારથી કામગીરી ચાલી રહી છે. સાંજ સુધીમાં તમામ મતદાન મથકો પર EVM પહોંચાડી દેવાશે.
પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન યોજાશે...
1 ડિસેમ્બરે 19 જિલ્લામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતદાન કરશે. જેમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો મતદાન કરશે અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે.
મતદારોનો રીઝવવા રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને AAP ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠક કરશે. આવતીકાલે 1 ડિસેમ્બરે 89 બેઠકો માટે મતદાન યોજાશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મતદાન થશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતદાન કરશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન થશે. આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે. 2 કરોડ 13 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 6 લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે.
788 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થશે
ગુજરાતમાં પહેલા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે 89 બેઠકો માટે 01 ડીસેમ્બરે મતદાન યોજાશે. જેમાં 19 જિલ્લાની 89 બેઠકો માટે યોજાનારા મતદાનમાં 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યોજાનારા મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 788 ઉમેદવારો માટે 2 કરોડ 29 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
19 જિલ્લાના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. પ્રથમ તબક્કામાં તા. 1લી ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે; એટલે કે 13,065 મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે પ્રથમ તબક્કામાં કુલ 25,430 મતદાન મથકોમાં મતદાન યોજાશે. તે પૈકીના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.
19 જિલ્લામાં કયા જિલ્લાની કેટલી બેઠકો પર મતદાન થશે તેની વાત કરીએ તો...
- કચ્છ જિલ્લાની 6 બેઠક....
- સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક..
- મોરબી જિલ્લાની 3 બેઠક..
- રાજકોટ જિલ્લાની 8 બેઠક...
- જામનગર જિલ્લાની 5 બેઠક...
- દેવભૂમિ દ્વારકાની 2 બેઠક...
- પોરબંદર જિલ્લાની 2 બેઠક..
- જૂનાગઢ જિલ્લાની 5 બેઠક..
- ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠક ...
- અમરેલી જિલ્લાની 5 બેઠક..
- ભાવનગર જિલ્લાની 7 બેઠક..
- બોટાદ જિલ્લાની 2 બેઠક..
- નર્મદા જિલ્લાની 2 બેઠક...
- ભરૂચ જિલ્લાની 5 બેઠક..
- સુરત જિલ્લાની 16 બેઠક..
- તાપી જિલ્લાની 2 બેઠક..
- ડાંગ જિલ્લાની 1 બેઠક..
- નવસારી જિલ્લાની 4 બેઠક..
- વલસાડ જિલ્લાની 5
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ વિશે માહિતી આપતા કહ્યું કે, પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં મતદાન થશે. સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે. કુલ 998 ઉમેદવારો મેદાન છે. કુલ 2 કરોડ 13 લાખ મતદારો મતદાન કરશે, જેમાંથી 1 કરોડ 15 લાખ મહિલા મતદારો છે. 6 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. 163 NRI મતદારો છે. 14,382 મતદાન મથકો પર મતદાન થશે. 50 ટકા મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ થશે. શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. બે દિવસ પહેલા વોટર માહિતીની સ્લીપનું વિતરણ કરી દેવાયું છે. આજે સાંજે 5 વાગ્યાથી પહેલા તબક્કાનું પ્રચાર બંધ થશે. 5,229 ફરિયાદ અત્યાર સુધી ચૂંટણી પંચને મળી છે. અત્યાર સુધી 9 ફરિયાદ મળી, જેમાં પોલીસ ફરિયાદ કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતામં બીજા તબક્કા માટે ઝંઝાવાતી પ્રચાર કરશે. મહીસાગર, અમદાવાદ અને ગાંધીનગરના માણસામાં જનસભા સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જનસભા સંબોધશે. સવારે 11 કલાકથી લઈને સાંજના 7 વાગ્યા સુધી અલગ અલગ જનસભા સંબોધવાના છે.
વિધાનસભાની પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 700 જેટલી કંપનીઓને તહેનાત કરવામાં આવી છે, જેમાં એક ટીમમાં 100 જેટલા જવાનોનો સમાવેશ થાય છે. આમ, કુલ 70,000 જેટલા જવાનો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તહેનાત કરવામાં આવ્યા છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે, BSF, CRPF, CISF, ITPB અને CAPFની 150થી વધુ કંપનીઓ ગુજરાત ચૂંટણીમાં તહેનાત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં SRPના 18 જૂથ, કમાન્ડો ફોર્સ, બોર્ડર વિંગ હોમગાર્ડ, જીઆરડી, એસ.આર.ડી. સહિત કુલ 1,37,002 જેટલા પોલીસ કર્મચારીઓ અને જવાનોને પણ ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. એક તબક્કાની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ પોલીસ કર્મચારીઓ બીજા તબક્કાના મતદાન ક્ષેત્રમાં આવીને સુરક્ષાની જવાબદારી સંભાળશે.
જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના EVM સ્ટ્રોન્ગ રૂમ પર ત્રણ લેયરમાં સુરક્ષાની જવાબદારી ગણતરીના જવાનો અને અમૂક ફોર્સ ઉપરાંત સ્થાનિક પોલીસ તંત્રને જવાબદારી સોંપવામાં આવશે. 32,000 CAPFના જવાનો, 10,000 BSF જવાનો, 15,000 CRPF જવાન, 15,000 ITBP અને RAF જવાન, 1,45,248 ગુજરાત પોલીસના જવાન, 16,282 SRP જવાન, 51,674 હોમગાર્ડ જવાન મળી કુલ 2,94,002 જવાનો ચૂંટણી ફરજમાં તહેનાત રહેશે.