કોઈનો દીકરો, કોઈનો પતિ તો કોઈના પિતા પરત આવ્યા, જેલથી છુટેલા માછીમારોને જોઈને પરિવારો રડી પડ્યા
Gujarati Fishermen Return From Pakistan : પાકિસ્તાનમાં ચાર વર્ષ યાતના બાદ ગુજરાત પહોંચ્યા 184 માછીમાર... ગીર સોમથાનમાં માછીમારોના પરિવારોમાં શીરો બન્યો... પરિવારના પુરુષ સભ્ય પરત ફર્યાં
Gir Somnath News : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારોની વતનવાપસી થઈ છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના 152 માછીમારો બસ મારફત વડોદરાથી વેરાવળ પહોંચ્યા હતા. ત્યારે આ સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તેમને જોઈને પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો. માછીમારોની વતનવાપસીથી પરિવારના હૈયામાં આનંદનો પાર નહોતો રહ્યો અને પરિવાર જનોને ભેંટીને આંખમાંથી આંસુ સારતા માછીમાર પરિવારોના લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.
ગુજરાત સરકારના પ્રયત્નોના કારણે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરના રાજદ્વારી પ્રયાસોની ફળશ્રુતિ રૂપે પાકિસ્તાનના દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરાયા હતાં. જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના ૧૫૨ માછીમારો વડોદરાથી બસ મારફત વતન વેરાવળમાં પહોંચ્યા હતાં. મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી અને પરસોત્તમ સોલંકીએ મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરી ખાતે માછીમારોને હારતોરા કરી આવકાર્યા હતા અને તેમના હાલચાલ પૂછ્યા હતાં. ત્યારે માછીમારોના પરિવારમાં ખુશીનો પાર રહ્યો ન હતો. કોઈનો દીકરો, કોઈનો પતિ તો કોઈના પિતા પરત આવ્યા, જેલથી છુટેલા માછીમારોને જોઈને પરિવારો રડી પડ્યા હતા.
અમેરિકા જતા ગુજરાતીઓને હવે ટેન્શન લેવાની જરૂર નથી, પાટીદારો કરશે આ મદદ
આ તમામ માછીમારોની વાઘા બોર્ડર પર ભારતને સોંપણી કરવામા આવી હતી. ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો વડોદરાથી બસ મારફતે વેરાવળ પરત પહોંચ્યા હતા. ગુજરાતના ૧૮૪ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૫૨ માછીમારો ઉપરાંત પોરબંદરના ૫, દેવભૂમિ દ્વારકાના ૨૨, જુનાગઢ, જામનગર, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી છે.
અરબી સમુદ્રમાં ભારતીય જળસિમામાં માછીમારી કરવા જતાં સાગરખેડૂઓને પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવે છે અને તેનાં પર ત્યાંના કાયદાનુસાર કેસ ચલાવીને જેલમાં પૂરી દેવામાં આવે છે. ભારતીય જળ સિમામાંથી પકડાયેલા મોટા ભાગના માછીમારોને કરાંચી નજીક આવેલી લાટી જેલમાં રાખવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો.
સુરતીઓ આ જગ્યાઓ જ્યાફત માણતા પહેલા સો વાર વિચારજો, ફૂડ સેમ્પલ ફેલ નીકળ્યા
સામાન્ય રીતે સુરક્ષાની દ્રષ્ટિએ માછીમારોનું વેરિફિકેશન કરવામાં આવે છે. ભારતીય માછીમારોને પાડોશી દેશ દ્વારા પકડવામાં આવે ત્યારે તેમાં રહેલા ખલાસીઓની વિગતો મત્સ્ય ઉદ્યોગ દ્વારા મેળવવામાં આવે છે. સર્વ પ્રથમ તો વિદેશી એજન્સી દ્વારા પકડાયેલી ભારતીય બોટની નોંધણી રદ્દ કરવામાં આવે છે.
આ બોટની નોંધણી મહત્વની એટલા માટે છે કે, તેના આધારે તેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા તેને સબસિડીયુક્ત ડિઝલ આપવામાં આવે છે. વળી, સાગરખેડૂ પકડાઇ એટલે તેના પરિવારને રાજ્ય સરકાર દ્વારા હમદર્દી દાખવીને રૂ. ૧૫૦ પ્રતિદિન લેખે જીવાઇ આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આટલી સંવેદનશીલતા રાખવામાં આવે છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી, વાવાઝોડા-ગરમી બાદ હવે નવા સંકટ માટે તૈયાર રહેજો
પકડાયેલા માછીમારોની ઓળખ પ્રસ્થાપિત કરીને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા રાજ્ય સરકાર મારફત વિદેશ મંત્રાલયને યાદી મોકલવામાં આવે છે. જેના આધારે એમ્બેસી મારફત તેના વેરિફિકેશન કરવામાં આવે છે. હવે, આ માછીમારો વાઘા બોર્ડર ઉપર આવે ત્યારે ફરી તેનું વેરિફિકેશન કરવામાં આવે છે. આટલું જ નહીં, તેના આરોગ્યની તપાસણી પણ કરવામાં આવે છે. બાદમાં તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે છે.
મુક્ત થયેલા સાગરખેડૂઓએ વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બાદમાં તેમને નાસ્તો કરાવી ચાર ખાનગી બસો મારફત ગિરસોમનાથ તરફ રવાના કરવામાં આવ્યા હતા.
આ ઘટના તમને વિચલિત કરી દેશે, એક મહિના બાદ બાળકના ગળામાંથી નીકળ્યો સીંગદાણો